ગત તારીખ ૨૬મી નવેમ્બરના રોજ ભરૂચ પાલિકાનાં કર્મીનો હૃદયરોગના હુમલામાં મોત થતાં શુક્રવારના રોજ પાલિકાનાં સભાખંડમાં શોકસભા યોજાય હતી.

મરણ પામેલ પ્રવીણ કેસરિયા ભરૂચ પાલિકામાં સી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા.જેથી તેમના કુટુંબીજનોને આઘાત સહન કરવાની ભગવાન શક્તિ અર્પે તે હેતુને ધ્યાનમાં રાખી પાલિકા પ્રમુખ સુરભી તંબાકુવાલા અને ચીફ ઓફિસર સંજય સોનીની અધ્યક્ષતામાં શોક સભા રાખવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રવીણ કેસરિયા સાથેના શોકસભામાં સ્મરણોને વાગોળ્યા હતા. જ્યારે પ્રમુખ સુરભી તમાકુવાલા તેમજ કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા, નગરસેવક સતિષ મિસ્ત્રી,જીજ્ઞેશ મિસ્ત્રી વગેરે નાઓએ તેમની સાથે ટૂંકા પણ મીઠા પ્રસંગો યાદ કરી શોક સભામાં આવેલા સ્નેહીજનોને શાંત્વના પાઠવી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




