ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ ની માંગ ને લઈને આંદોલનકારી પ્રવિણ રામને દિલ્હી ધરણા પર બેસવા દેવામાં ના આવતા ગુજરાત સહિત અન્ય 34 રાજ્યોમાં 150 થી વધારે જગ્યાઓ પર વિશાળ રેલીઓ સાથે વિરોધ જોવા મળ્યો હતો, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ,આસામ, બોમ્બે, ઝારખંડ, તામિલનાડુ, કેરળ જેવા તમામ રાજ્યમાં આ મુહિમ ઉગ્ર બની રહી છે.ત્યારે આહીર રેજીમેન્ટ ના મુદ્દને લઈને આંદોલનકારી પ્રવિણ રામ ની કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ આહીર સાથે મિટિંગ થઈ અને મિટિંગમાં આહિર રેજીમેન્ટ મુદે ગહન ચર્ચા કરવામાં આવી અને આવેદન આપવામાં આવ્યું હતું.
આવનારી 4 ફેબ્રુઆરીના રોજ ભારતના 26 કરોડ યાદવો દિલ્હી તરફ કુચ કરશે અને આહીર રેજીમેન્ટનું ગઠન નહીં થાય તો 2019 માં સરકારે પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવુ પડશે એવી પ્રવિણ રામે ચીમકી પણ ઉચ્ચારી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






