ભરૂચ : પોલીસ અધિક્ષક ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચનાથી પ્રોહીબીશન તથા જુગાર બદી સદન્તર નાબુદ કરવાની ડ્રાઈવ ચાલતી હોય લગ્ધીરસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર નાઓના માર્ગદર્શન મુજબ વાલીયા પોલીસની જુદી-જુદી ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારની રેઇડોની કામગીરી ચાલુમાં હતી તે દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર ઝેડ.એન.ઘાસુ વાલીયા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી ચોક્કસ આધારભુત માહીતી મળેલ કે ઉપર એક સીલ્વર કલરની મારૂતિવાન નંબર- જીજે 5 સીપી 1280 માં ગે.કા.નો વાલીયા ચાર રસ્તાથી પસાર થનાર છે. તેવી ચોક્કસ બાતમી આધારે વાલીયા પોલીસ સ્ટે.ના પીઆઇ ઝેડ એન ઘાસુરા તથા પોલીસના માણસો તથા પંચો સાથે વાલીયા ચાર રસ્તાથી આગળ નાકાબંધી કરી ઉભા હતા તે દરમ્યાન બાતમીમાં જણાવ્યા મુજબની મારૂતિ અટકાવી આરોપીઓ (૧) જુનેદભાઇ ઇબ્રાઇમભાઇ અહમદભાઇ કડાવાલા મરપાડા ઉચવણ ફળિયું તા.ઉમરપાડા જી.સુરત તથા (૨) કૌશિકભાઇ ઉર્ફે બલો રસિકભાઈ ચૌધરી રહે. ગુંદિકુવા નિશાળ ફળિયું તા. ઉમરપાડા જી.સુરત નાઓએ નંબર- જીજે 5 સીપી 1280 માં. ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો જુદા જુદા માર્કાનો દારૂ તથા બી ૧૪ કુલ બોટલ નંગ – ૨૮૮ કુલ કિંમંત રૂ.૭૨,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ વોર ૬) ભુપતભાઇ ગણપતભાઇ વસાવા રહે.ફોકડી તા. ઉમરપાડા તથા (૨) વસાવા રાજેશભાઇ જેના બાપાના નામની ખબર નથી ગામ રહે.ખાટાઆંબા તા.ઉમરપાડા પાસેથી મેળવી હેરા ફેરી દરમ્યાન પ્રોહી મુદ્દામાલ તથા પકડાયેલ વાહન તથા મોબાઈલ ફોન બે મળી કુલ મુદ્દામાલ કિમત રૂપિયા- ૨,૦૪,૦૦૦/– સાથે પકડી પાડેલ છે. સદર ઈસમો વિરુધ્ધમાં વાલીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ॥ ૦૧/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ- પ્રોહી એક્ટ કલમ – ૬૫(એ)(ઈ), ૯૮(૨), ૮૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



