હેપી ગ્રુપ દ્રારા કાલીબેલની આશ્રમ શાળાના ત્રણસો જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું.

0
346

ભરૂચના હેપી ગ્રુપ દ્રારા ૧૧ મી ઈવેન્ટના ભાગરૂપે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કાલીબેલ ગામની આશ્રમ શાળાના ૩૦૦ જેટલા જરૂરિયાત મંદ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં કાર્યરત હેપી ગ્રુપ છેલ્લાં ચાર વર્ષથી અનાથ જરૂરિયાત મંદ બાળકોને નોટબુક,સ્કૂલ બેગ,સ્કૂલ બુટ, વગેરે વિતરણ કરવામાં આવે છે.તે ઉપરાંત રક્તડદાન કેમ્પ,લોકો પાસેથી જુના કપડાં ઓ ઉઘરાવી ગરીબ અને જેને તેની ખરી જરૂરિયાત હોય તેમને આપવાની સરાહનીય કામગીરી પણ હેપી ગ્રુપના સભ્યો દ્રારા કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આ વખતે હેપી ગ્રુપ ભરૂચ દ્રારા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કાલીબેલ ગામમાં આવેલી આશ્રમ શાળા પસંદ કરી ૩૦૦ જેટલા જરૂરિયાત મંદ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આશ્રમ શાળાના આચાર્ય રમેશ પટેલ દ્રારા હેપી ગ્રુપના સભ્યોનું ફૂલ આપી સ્વાગત કરી બાળકો દ્રારા સુંદર પ્રાર્થના ગાઈ પારંપરિક આદિવાસી નૃત્ય રજૂ કરી હેપી ગ્રુપના સભ્યોને આવકાર્યા હતા.અને ખરા હૃદય થી હેપી ગ્રુપના સભ્યોનો આભાર માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હેપી ગ્રુપનું સ્લોગન પણ HELP FOR EVERYONE છે.અને તેવોના સભ્યો દ્રારા જ્યાં પણ ઈવેન્ટ કરવા મા આવે છે તે સ્કૂલ, આશ્રમ કે જે તે જ્ગ્યાનુ સરનામુ અને ફોન નંબર આપવા મા આવે છે. જેથી બીજા લોકો આ ફોટો અને વિડિયો જોઇ તે લોકો ને પોતાની થતી મદદ કરી શકે હેપી ગ્રુપનો ફેસબુક આઈ.ડી છે. https://www.facebook.com/HAPPY-GROUP-1519488048381087/
હેપી ગ્રુપના સભ્યોને જંગ એ ગુજરાત તરફ થી સમાજમાં સારા કાર્ય કરવા બદલ શુભેચ્છા પાઠવી એ છીએ.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY