હોપપુલ પાળા પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા

0
7

રૂ. ૨.૭૫ લાખની મતા કબજે કરાઈ
સુરત, તા. ૧૯
ચોક ચાર રસ્તા હોપપુલ નીચે જુગાર રમતા પાંચ માલતુજારોની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ કન્ટ્રોલ રૂમની બાતમીના આધારે લાલગેટ પોલીસે હોપપુલ નીચે કુબેર ભંડારી મંદિર આગળ જુગાર રમતા દિપેશ જગદીશ ટાંક, કિરીટ ખોડીદાસ પટેલ, ગુલામ ખ્વાજા ભટીયારા, જીતુ નાગજી સોલંકી, વિજય બાબુ બારોટની ધરપકડ કરી રોકડા રૂ. ૧,૭૭,૩૫૦ આઠ મોબાઈલ ફોન બે મોટર સાઈકલ મળી કુલ્લે રૂ. ૨,૭૫,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારીઓ વિરુદ્ધ લાલગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ ચોક ચાર રસ્તા હોપપુલ નીચે જુગાર રમતા પાંચ માલતુજારોની પોલીસે ધરપકડ કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY