અંકલેશ્વર હાઉસિંગ વિસ્તારમાં લાભ પાંચમ નિમિત્તે જાહેર ભંડારો

0
13

સામાજિક સમરસતા અંગે ભંડારો યોજાયો
અંકલેશ્વર, તા.૧૪
અંકલેશ્વર સુરતી ભાગોળ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે લાભપાંચમ નિમિત્તે સામાજિક અગ્રણી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ઉપાધ્યક્ષ ગણેશ અગ્રવાલ દ્વારા ભંડારાનું આયોજન કરાયું હતું.
ગણેશ અગ્રવાલ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી નિયમિત રીતે આ ભંડારાનું આયોજન ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કરાય છે. આ ભંડારામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ કોમના હજારો લોકો ઊમટી પડ્યા હતા. ગણેશ અગ્રવાલે જણાવ્યું હતું કે લોકોમાંથી વૈમનસ્ય દૂર થાય, ભાઈચારાની લાગણી મજબૂત બને અને કોમી એખલાસની ભાવના સૌના હૃદયમાં ચિરસ્થાયી બને એ હેતુથી જ દર વર્ષે આ ભંડારાનું આયોજન સાર્વજનિક રીતે કરાય છે. જેમાં નાત જાતના ભેદભાવ વિના સૌ સાથે મળી ભંડારાનો આનંદ ઉઠાવે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY