વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન ના લીરેલીરા ઉડાડતું ભરૂચ નગરપાલિકા

0
346

અત્રે પ્રસ્તુત તસવીરમાં ફલશ્રુતિ નગર ના પાછળના ભાગે જાણે નગરપાલિકા વેસ્ટ ડમ્પીંગ સાઇટ બની ગઈ હોય તેમ ઉકરડો બની ગયો છે .એક તરફ વરસાદ નુ પાણી અને બીજી તરફ ગંદકી જોતા લાગી રહ્યું છે કે આપણે ભારતીય ના પ્રવાસે આવેલા હ્યુએનસન્ગ ના જણાવ્યા મુજબ એક નિર્મળ નદીની બાજુમાં વસેલું ગંદુ ગોબરુ ગામ એટલે ભરૂચ એ સાબિત કરતા હોય તેમ આ ઉકરડાના ઢગલા જોઈ લાગી રહ્યું છે ત્યારે ફળશ્રુતિ નગરમાં એક તરફ હોસ્પિટલો છે તો બીજી તરફ નગરપાલિકાના વાંકે ઉકરડો બની ગયેલો વિસ્તાર છે જે દર્દીને રોગમાંથી બહાર નીકળવામાં પણ તકલીફદાયક છે ત્યારે જોવાનું એ છે કે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સુરભીબેન આ વિસ્તારની મુલાકાત લેશે? હજી તો ચોમાસુ માથે છે ત્યારે આવનાર દિવસોમાં અમી લેબોરેટરીની આજુબાજુના વિસ્તાર ખરેખર રોગચાળા નું ઘર બને તો નવાઇ નહીં

અત્રે ઉલ્લેખનીય છે કે ત્યાં મુકેલ કચરાપેટી પણ બાવા આદમ ના જમાનાની અને કટાઈ ને ભંગાર થઈ ગયેલ છે ઉપર થી કચરો નાખો નીચેથી બહાર જે ગાય ગધેડા ને રાત્રે ભોજન પૂરું પાડે છે ને સફાઈ અભ્યાન માં મદદ રૂપ થાય છે જે બાબત નું દયાન ગૌરક્ષા સમિતિએ પણ લેવું જરૂરી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY