પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાની સુચના અને માર્ગદર્શનથી એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ તેમજ દેશી દારૂનુ વેંચાણ કરતા લીસ્ટેડ બુટલેગર્સ ૧) ઇબ્રાહિમ હાસમ કેવર, ઉ.વ.ર૬ રહે.લોટસ કોલોની, ભુજ ર) જીવુભા સાંગાજી જાડેજા, ઉ.વ.૪૧, રહે.ચાવળકા, તા.નખત્રાણા વાળા વિરૂધ્ધમાં પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશદારૂ તેમજ દેશી દારૂનુ વેંચાણ કરવા અંગેના અનેક ગુનાઓ દાખલ થયેલ હોય જેથી તેઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર કચ્છ-ભુજ નાઓને મોકલાવમાં આવતા કલેક્ટર તરફથી સામાવાળાઓ વિરૂધ્ધની પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી સામાવાળાઓને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇશ્યુ કરેલ હોય છે.
જે અન્વયે આજ રોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફ દ્વારા ઉપરોક્ત સામાવાળાઓને પાસા વોરંટ હેઠળ અટકાયત કરેલ છે, તેમજ મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






