ભરૂચ બી ડિવિઝન પોલીસના પી.આઈ અને સર્વેલન્સ સ્ટાફ દ્રારા વાહન ચોરી કરીને વેચવા ફરતા બે આરોપીઓ સહિત ચોરીની ત્રણ મોટર સાયકલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ જીલ્લા ઇન્ચાર્જ એસ.પી. એલ.એ. ઝાલના માર્ગદશન હેથળ તથા નાયબ પોલીસ અધિક્ષક એન.ડી.ચૌહાણનાઓના સુચના અને રાહબરી હેઠળ હાલમાં ભરૂચ શહેરમાં વાહન ચોરીના બનાવો બનતા હોય તેને અટકાવવા માટે ભરૂચ બી.ડીવીઝન પો.ઇન્સ એન.આર.ગામીત તથા સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો બળવંત શંકર, આ.હે.કો સોકત અબ્દુલ, અ.પો.કો. ધર્મેન્દ્ર બાબુલાલ, અ.પો.કો. દેવરાજ સગરા, અ.પો.કો. કુંદન પ્રકાશ તથા વિશાલ રમેશ તથા નિતાબેન રમણસિંહનાઓ મનુબર ચોકડી ઉપર આ.હે.કો સોકત અબ્દુલને બાતમી મળી હતી કે બે ઇસમો જંબુસર બાયપાસ વિસ્તારમાં તેઓની પાસેની બે મોટર સાઇકલ સાથે ફરે છે અને તે વેચવા માટે ગ્રાહકો શોધે છે અને આ મોટર સાઇકલો શક પડતી છે જે બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે મનુબર ચોકડી નજીક છુટા છવાયા વોચમાં હાજર હતા તે દરમ્યાન જંબુસર બાયપાસ સર્વિસ રોડ તરફથી મનુબર ચોકડી તરફથી બન્ને સકમંદઈસમો મો.સાના ચાલકો બાતમી મુજબના વર્ણનવાળા આવતાં તેમને રોકી નામ ઠામ પૂછતાં (૧) અજય ભીખા પરમાર ઉ.વ ૧૯ રહે સીનેમા ફળીયુ, ઝગડીયા,ભરૂચ તેની પાસે મો.સા સ્પ્લેન્ડર પ્રો બ્લેક કલરની જેનો રજી નંબર- GJ-16-BD-0305 એન્જીન નંબર –HA10ELCHK14734 તથા ચેસીસ નંબર –MBLHA10A SCHK13115 લખેલ છે. જે એકલવ્ય સોફ્ટવેરમાં ખાત્રી કરતા વાહન માલીકનૂ નામ ધવલ દલપત પટેલ રહે ફુલવાડી તા.ઝઘડીયા જી.ભરુચ નુ જણાય આવેલ હતું અને એ મો.સા. ની કિ.રૂ. ૨૦,૦૦૦/- ની ગણવામાં આવે છે. તથા બીજો ઈસમ (૨) સુનીલકુમાર ઉર્ફે પપ્પુ બીપીન ચૌહાણ ઉ.વ,૨૨ રહે મોહન ફળીયુ ,ઝગડીયા,ભરુચનો મો.સા જોતા હીરો હોન્ડા સીડી ડિલક્ષ ભુરા કલરની જેનો રજી નંબર- GJ-16-AQ- 0829 એન્જીન નંબર – HA11EDA 9K07466 તથા ચેસીસ નંબર – MBLHA11ERA9J 12435 લખેલ છે. જેને પણ એકલવ્ય સોફ્ટવેરમાં ખાત્રી કરતા વાહન માલીકનું નામ મહેન્દ્ર ગોકુલ રાવલ,રહે,ઝઘડીયા જી. ભરુચનુ જણાય આવેલ છે જે મો.સા.ની કિ.રૂ. ૨૦,૦૦૦/- ની ગણવામાં આવલ હતી. પકડાયેલ બન્ને ઇસમોને આવી કોઇ અન્ય મોટર સાઇકલ અંગે પુછતા તેઓ બન્નેએ જણાવેલ કે તેઓએ એક ત્રીજી મોટર સાઇકલ નજીકમાં જંબુસર બાયપાસ ઓવર બ્રીજ નીચે રાખેલ જે મો.સા હીરો સુપર સ્પ્લેન્ડર કાળા કલરની જેનો રજી નંબર- GJ-16-BD- 0694 એન્જીન નંબર – JA05ECC9K 07115 તથા ચેસીસ નંબર – MBLJA05EKC9K07544 લખેલ છે. જે એકલવ્ય સોફ્ટવેરમાં ખાત્રી કરતા વાહન માલીકનું નામ મહેશ મગન વસાવા રહે,૯૮ જુબેર નગર રાજપીપલા ચોકડી પાસે,ગડખોલ તા.અંકલેશ્વર જી.ભરૂચ નુ જણાય આવેલ છે જે મો.સા. ની કિ.રૂ. ૧૫,૦૦૦/- ની ગણવામાં આવે છે. સદરહુ બે મોટર સાઇકલ ઝગડીયા પોસ્ટેની હદમાંથી તથા એક મોટર સાઇકલ અંકલેશ્વર જી.આ.ડી.સી પોસ્ટે વિસ્તારમાંથી ચોરેલાનુ આરોપી ઓએ કબુલાત કરેલ છે.
બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વાહન ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી પૂછપરછ કરતાં બંનેવ આરોપીઓએ આ વહાન ચોરીઓ મોજ શોખમાં વાપરવાના પૈસા માટે કરતા હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





