રાજપારડી માં વરસાદ ને કારણે અવિધા ગામ પાસે કોઈ દુર્ઘટના થતાં રહી હોવા છતાં રાજપારડી માં હજી કોઈ તકેદારીના પગલાં લેવાયા નથી. શું પંચાયત કોઈ દુર્ઘટના કે જાનહાનિ થવાની રાહ જુએ છે? ગત રોજ બે ત્રણ ક્લાક જ વરસાદ પડતાં બેન્ક ઓફ બરોડા પાસે આવેલા ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.આ સમસ્યા દર વર્ષ ની હોવા છતાં પાસે આવેલી ખાડી લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા પછી કે કોઈ જાનહાનિ થયા બાદ સાફ કરાવવા માં આવશે? દર વર્ષે ત્યાના રહીશોનો ઘરનો માલસામાન બગડી જાય છે.અનાજ,કઠોળ પલળીજવાના કારણે ફેંકી દેવા પડે છે. આ મોંઘવારીમાં લોકોને કેટલું નુકશાન થાય છે જેની જાણ કદાચ સતાધીશોને નહીં હોય..તેમજ ગંદુ પાણી ભરાતાં રોગચાળો થવાની સંભાવના પણ રહેલ છે. વડા પ્રધાનના સ્વચ્છતા અભિયાન ના લીરેલીરા ઉડતા જોવા મળે છે॰
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




