દારૂબંધી હટાવો જેથી સારી ગુણવત્તાનો દારૂ મળે અને લોકોના મોત ન થાય

0
342

ભરૂચ,તા.૨૭
થોડાં દિવસ પહેલાં રાજ્યમાં દારૂ વેચાતો હોવાના ભરૂચના ભાજપના સાંસદના નિવેદન બાદ હવે ભરૂચમાં ભાજપના આગેવાન અને ગુજરાત સરકારમાં પ્રધાન પદે રહી ચુકેલા ખુમાનસિંહ વાંસિયાએ દારૂ અંગે નિવેદન આપ્યું છે. તેમણે દારૂબંધી હટાવવાની માંગ કરી છે. દારૂના કારણે મોત થાય છે ત્યારે સારી ગુણવત્તાનો દારૂ મળે તે માટે દારૂબંધી હટાવવાની માંગ કરી છે. દારૂની બનાવટમાં જૂની બેટરી, યુરિયા અને નાના બાળકોનું મૂત્ર વપરાય છે તેમ પણ ખુમાનસિંહે કહ્યુ છે.
એક તરફ ગુજરાત સરકાર સદંતર દારૂબંધી હોવાની વાત કરી રહી છે જ્યારે બીજી બાજુ ભાજપના જ નેતાઓના દારૂબંધીના પરની નિવેદનો રાજ્યમાં દારૂબંધીનો નિયમ હાસ્યાસ્પદ સાબિત થઈ રહ્યો છે. ખુમાનસિંહ વાંસિયાએ દારૂ બંધી હટાવવાની માગ રાજ્યની રેવન્યુ વધે એટલા માટે નહીં પરંતુ યુવા વયે બહેનોને વિધવા બનતી અટકાવવા માટે કરી છે. વિધવા સહાયની મુહિમમાં ૮૦ ટકા મહિલાઓના પતિના હલકી ગુણવત્તાના દારૂના કારણે મોત થયાનો ખુમાનસિંહે આક્ષેપ લગાવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY