ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે રમાઇ રહેલી ૧૮મી એશિયન ગેમ્સના ૧રમાં દિવસે, સાંજે ૬ વાગ્યે રમાયેલી ૪/૪૦૦ મીટર રીલે દોડમાં ઇન ફૉર પ્લેયરમાં દોડેલી ડાંગની દિકરી અને સ્વર્ણપરી તરીકે ઓળખાતી દોડવીર કુ.સરીતા ગાયકવાડ આણી મંડળીએ, ભારતને આ સ્પર્ધાનો ૧૩મો સ્વર્ણ અપાવીને, ડાંગ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય, અને ભારત દેશનું પણ નામ રોશન કર્યું છે.
એશિયન ગેમ્સમાં ૪/૪૦૦ મીટરની દોડમાં ડાંગની દિકરી કુ.સરીતા ગાયકવાડ સાથે હિમા દાસ, પુવમ્મા રાજુ, અને વિસ્મયાએ પણ દોડ લગાવી હતી. આ યુવા દોડવીર એવી ભારતની સશક્ત યુવતિઓએ સંયુક્ત રીતે ભારતને સ્વર્ણ પદક અપાવીને, આ ઇવેન્ટનું ગૌરવ, અને ગોલ્ડ જાળવી રાખ્યો છે.
આ અગાઉ પણ સરીતા ગાયકવાડે રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સૂરત તરફથી ગોલ્ડ મૅડલ જીતીને, તેની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની દાવેદારી પાકી કરી હતી. જેના ફળ સ્વરૂપે એપિ્રલ, ૨૦૧૭ માસમાં અમેરીકાના નાસાઉ (બહામાસ) ખાતેના થોમસ રોબિન્સન સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઇએએએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇન એથ્લેટિક્સ-૨૦૧૭માં સરિતાએ તેની પ્રબળ દાવેદારી સાથે સ્થાન મેળવીને, સમગ્ર ડાંગ જિલ્લા સહિત ગુજરાત રાજ્યને પણ ગૌરવ અપાવ્યું હતુ.
ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય શ્રમજીવી પરિવારની ૨૩ વર્ષિય આ આદિવાસી યુવતિને ડાંગ સહિત આસપાસના વિસ્તારમાં લોકો ડાંગની સ્વર્ણપરીના નામે ઓળખે છે. બંદૂકમાંથી ગોળી છૂટે એમ રનિંગ ટ્રેક ઉપર દોડતી આ યુવતિએ આ અગાઉના વર્ષમાં જાન્યુઆરી માસમાં કોઇમ્બતૂર ખાતે યોજાયેલી ૪૦૦ મીટર, અને ૪૦૦ મીટર હડલ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને યુનિવર્સિટીને ગૉલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યાંથી તે નેશનલ સ્પોર્ટ્સ એકેડમી, પતિયાલા (પંજાબ)માં વધુ તાલીમ માટે રવાના થઇ હતી. તે અગાઉ સને ૨૦૧૬માં તેણીએ લખનૌ ખાતે યોજાયેલી ૫૬મી નેશનલ ઓપન એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં ૪૦૦ મીટર (હડલ્સ)માં ૫૯.૩૨ સેકન્ડ સાથે બીજુ સ્થાન પ્રાપ્ત કરતા સીલ્વર મેડલ, અને ૪૦૦ મીટર દોડ પ૪.૫૬ સેકન્ડ સાથે પૂર્ણ કરી ત્રીજુ સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ અંકે કર્યો હતો.
ગુજરાત સ્પોર્ટ્સ ઍકેડમી-નડિયાદ ખાતે રહીને તેણીના કોચ શ્રી અજી મોન પાસે સધન તાલીમ મેળવી, આગળ વધી રહેલી સરિતા ગાયકવાડના શ્રમજીવી પિતા શ્રી લક્ષ્મણભાઇ ગાયકવાડ તથા માતા શ્રીમતી રમુબેન ગાયકવાડે આંખમાં હર્ષાશ્રૃ સાથે તેમની આ દિકરીની સિદ્ધિને બિરદાવી હતી. એક મુલાકાત વેળા આ ગ્રામીણ માતાપિતાએ તેમની પાસે દિકરીની આ ઊંચી ઉડાનને બિરદાવવા માટે શબ્દો નથી તેમ જણાવ્યું હતું.
ખૂબ જ સામાન્ય કહી શકાય એવા બી.પી.એલ.ની યાદીમાં સમાવિષ્ટ આ કુટુંબ રોજનુ કમાઇને માંડ પેટીયુ રળે છે. પેટે પાટા બાંધીને સરિતાના શોખ અને તેનામાં રહેલી પ્રતિભાને પોષી રહેલા આ કુટુંબે ક્યારેય તેમના ગામ કરાડીઆંબા સિવાય બીજા ગામો પણ જોયા નથી, વધુમાં વધુ તેઓ આહવા મુખ્ય મથકે બસમાં બેસીને આવતા હોય છે કે સરહદી મહારાષ્ટ્રના ગામોમાં ખેતમજૂરીએ જતા હોય છે. આવા પરિવારની દિકરી પ્લેનમાં બેસીને અમેરીકા સહિત દેશવિદેશની સફરે જશે તે વાતથી જ આ પરિવાર સહિત ગામના લોકો રોમાંચિત થઇ ઉઠયા છે.
ગામના યુવાનો સોમલા ગાયકવાડ અને આનંદ ભોયેએ સરિતાની મહેનત અને તેની ખેલ પ્રત્યેની નિષ્ઠા જ તેને તેની મંઝિલ તરફ દોરી જશે તેમ જણાવ્યું હતું. ગામમાં સૌ સરિતાની સફળતાને જોઇ-સાંભળી આનંદવિભોર થઇ ગયા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



