ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન તા.૦૨/૦૯/૨૦૧૮ ના રોજ રાષ્ટ્રીય ફલેગશીપ પ્રોગ્રામ તરીકે શરૂ કરાયું હતું અને ૨૦૧૯ માં મહાત્મા ગાંધીની ૧૫૦ મી વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છ ભારતનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે સરકાર કટિબધ્ધ છે. આ સંદર્ભમાં ભારત સરકાર દ્વારા તા.૧૫/૦૯/૨૦૧૮ થી તા.૦૨/૧૦/૨૦૧૮ સુધી સ્વચ્છતા એ જ સેવા – ૨૦૧૮ અભિયાનનો આરંભ કરેલ છે.
ભારત સરકાર દ્વારા આયોજીત સ્વચ્છ ભારત અભિયાન – સ્વચ્છતા એ જ સેવા – ૨૦૧૮ અંતર્ગત બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક દ્વારા તા.૨૬/૦૯/૨૦૧૮ ના રોજ સવારે ભરૂચ શહેરમાં બાઇક રેલી દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરેલ. બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના અધ્યક્ષશ્રી વિનીતકુમાર ડૂડેજા દ્વારા લીલી ઝંડી બતાવી બાઇક રેલીનો આરંભ કરવામાં આવેલ. આ પ્રસંગે બેન્કના મહાપ્રબંધક શ્રી એમ.બી.વાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ નિમિત્તે બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના મુખ્ય કાર્યાલયના પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ. આ પ્રસંગે ભરૂચ નગર સેવાસદનના પ્રમુખ શ્રીમતી સુરભિબેન તમાકુવાલા તેમજ ભરૂચ નગર સેવાસદનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલ બાઇક રેલીમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના ૮૦ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અભિયાનને સફળ બનાવેલ હતો એમ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક ધ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




