ભાવનગર,તા.૬
રાજુલાના વિસળીયા ગામે રહેતા ટ્રેક્ટર ચાલક ભરતભાઇ રામભાઇ અને તેની સાથે સંજયભાઇ સામતભાઇ શિયાળ બંને ટ્રેક્ટરમાં ટુંગળી ભરી રાજુલા માર્કેટ યાર્ડ આવી રહ્યા હતા. ત્યારે રાજુલા બાયપાસ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળ નજીક ગત રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ કૂરતુ આડું ઉતર્યું હતું. કૂતરાને બચાવવા જતા ટ્રેક્ટર રોડ નીચે ઉતરી પલ્ટી મારી ગયું હતું. જેમાં સંજયભાઇનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
આ બનાવમાં ચાલક ભરતભાઇને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા મહુવા પોલીસ દોડી આવી હતી. અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. તેમજ આસપાસમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




