હિન્દી સાહિત્ય અથવા તો ઉપન્યાસના સમ્રાટ ગણાતા મુન્શી પ્રેમચંદની ઓળખ આપવાની કોઇ જરૂર નથી. હિન્દી સાહિત્યના સમ્રાટના જન્મદિવસે આજે દેશના લોકોએ તેમને ફરી એકવાર યાદ કર્યા હતા.મુન્શી પ્રેમચંદના જન્મ દિવસે ચાહકો અને લેખકો તેમને યાદ કરે છે. તેમની નોવેલ્સની વાત કરવામાં આવે તો આજે પણ ગૌદાન, ગબન જેવા નોવલની ચર્ચા રહે છે. તેમના નોવેલ્સની વાત કરવામાં આવે તો તેમાં દેવાસ્થાન રહસ્ય, પ્રેમ, કૃષ્ણા, રૂઠી રાની, વરદાન, સેવા સદન, પ્રેમાશ્રમ, રંગભૂમિ, નિર્મલા, કાયાકલ્પ, પ્રતિજ્ઞા, ગબન, કર્મભૂમિ, ગોદાનનો સમાવેશ થાય છે. તેમની નવલકથા જુદી જુદી ભાષામાં અનુવાદ થઇને પ્રકાશિત કરવામાં આવી ચુકી છે. તેમની અન્ય રચનાઓ પર અનેક બોલિવુડ ફિલ્મ પણ બની ચુકી છે. વર્ષ ૨૦૧૬માં તેમના જન્મદિવસે ગુગલે પણ તેમને યાદ કરીને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. ગોદાન અને ગબન તેમની રચનાની હમેંશા ચર્ચા રહે છે. વર્ષ ૧૯૧૯ સુધી પ્રેમચંદની ચાર નોવેલ્સ પ્રકાશિત કરવામાં આવી હતી. દરેકના ૧૦૦ -૧૦૦ પાના હતા. વર્ષ ૧૯૧૯માં પ્રેમચંદની પ્રથમ મોટી નવલ સેવા સદન હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ નવલકથામાં નારાજ પત્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



