ચુડેશ્વર ગામનાં તત્કાલીન પોસ્ટમાસ્તરને હંગામી ઉચાપત મામલે 3 વર્ષની સજા અને 10,000 નો દંડ

0
247

આરોપી ફૈજમહંમદ જશવંતસિંહ રાઠોડે ગ્રાહકોનાં ખાતામાં જમાં કરવાના 2,645 પોતાના અંગત કામમાં વાપરી પાછળથી ભરપાઈ કરી હંગામી ઉચાપત કરી હતી.

નીચલી કોર્ટે સજા ફટકાર્યા બાદ આરોપીએ સજા સામે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંં અપીલ કરી હતી.

રાજપીપળા : ચુડેશ્વર ગામનાં તત્કાલીન પોસ્ટમાસ્તરને હંગામી ઉચાપત મામલે 3 વર્ષની સજા અને 10,000 નો દંડ રાજપીપળા ની એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા કરવામા આવ્યો, 7 જેટલા ગ્રાહકોનાં ખાતામાં જમાં કરવાના 2,645 પોતાના અંગત કામમાં વાપરી પાછળથી ભરપાઈ કરી હંગામી ઉચાપત કરી હતી.

તિલક્વાડા ના ચુડેશ્વર ગામનાં તત્કાલીન પોસ્ટમાસ્તર ફૈજમહંમદ જશવંતસિંહ રાઠોડે 1 એપ્રિલ 1991 થી 3૦ જુન 1992 ના સમય ગાળા દર્મ્યાન 7 જેટલા ગ્રાહકોનાં ખાતામાં જમાં કરવાના 2,645 પોતાના અંગત કામમાં વાપરી પાછળથી ભરપાઈ કરી હંગામી ઉચાપત કરી હતી. આ પોસ્ટમાસ્તર આ 7 લોકોની પાસબૂક મા એન્ટ્રી પાડી પણ પોસ્ટ ના લેજર મા એન્ટ્રી પાડી નહી જે બાબતની પોસ્ટ ઇંસ્પેક્ટર ને જાણ થતા આ પોસ્ટ માસ્તર ફૈજમહંમદ જશવંતસિંહ રાઠોડ વિરુધ્ધ તિલકવાડા પોલિસ મા ફરીયાદ નોધાવી આ કેશ એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટ મા ચાલી જતા સરકારી વકીલ જિતેંદ્રસિહ ગોહિલ દ્વારા તપાસમાં મળેલ પુરાવા અને દલીલોને ધ્યાને રાખી નામદાર કોર્ટે પોસ્ટ માસ્તર ને 3 વર્ષની સજા અને 10,000 નો દંડ ફટકાર્યો. નીચલી કોર્ટે સજા ફટકાર્યા બાદ આરોપીએ સજા સામે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY