હેં…બિહારમાં દારુબંધી બાદ ઉંદરો લાખો લિટર દારૂ ઢીંચી ગયા!!

0
13

પટના,તા.૨
બિહારમાં દારૂબંધી પછી નશાબંધી વિભાગ જપ્ત કરાયેલા દારૂના વિશાળ જથ્થાને નષ્ટ કરવાની કાર્યવાહીમાં લાગ્યું હતું. પરંતુ આ જથ્થામાં ઘટાડો આવતા તેની તપાસ આ દરમિયાન એક આશ્રર્યજનક બાબત જાણવા મળી હતી.
ખરેખરમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં આવેલા ઘટાડાનું મુખ્ય કારણ આ વિસ્તારના ઉંદરો હતા જેમને દારૂની એવી લત લાગી હતી કે તેમણે પોલીસ કસ્ટડીમાં સલામત દારૂના જથ્થા પર હુમલો કર્યો હતો.
પટનાના કૈમર જિલ્લાના પોલીસ ગોડાઉનમાં રાખેલા દારૂને નષ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં દારૂમાં ઘટ પડી હોવાનું માલુમ થયું હતું. દારૂનો આ જથ્થો ૨૦૧૬થી અત્યાર સુધીમાં દારૂના બુટલેગરો પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો. સોમવારે જ્યારે તેને નષ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યારે તેના કુલ જથ્થામાંથી ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ ઓછો અંકાયો હતો. જે પછી ખુલાસો થયો કે સ્ટોરેજમાં કેટલાક ઉંદરો દારૂ પી ગયા હતા. આ સિવાય જિલ્લા પ્રશાસને ૩૦ લાખ રૂપિયાની કિંમતનો ૧૧ હજાર લિટર દારૂ જેમાં વિદેશી, દેશી અને બિયર પણ હતી, નષ્ટ કર્યો હતો.
આ પહેલા ૨૦૧૭માં પણ ઉંદરો નવ લાખ લિટર દારૂ ગટગટાવી ગયા હતા. દારૂબંધી પછી જપ્ત કરાયેલો દારૂ અલગ-અલગ પોલીસ ચોકીઓના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. પોલીસ અધ્યક્ષ પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે બોટલ લીક થતા ઉંદરો તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. ગોડાઉનમાં રાખેલા દારૂના જથ્થામાં ઘટ પડતા તેમણે તપાસનો આદેશ આપ્યો હતો જેમાં ઉંદરોને દારૂની લત લાગી હોવાનો ખુલાસો થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY