સાડા અગિયાર વાગ્યે અંતિમવિધિ સંપન્ન કરાશે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ ગોપાલાનંદજી બાપુનો ૧૧૫ વર્ષની ઉંમરે દેહવિલય

0
14

જૂનાગઢ,તા.૨
અખિલ ભારતીય સાધુ સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને બીલખા સ્થિત રાવતેશ્વર ધર્માલયમાં બિરાજમાન મહંત પ.પૂ. શ્રી ગોપાલાનંદજી બાપુ ૧૧૫ વર્ષની વયે અવસાન પામ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને સાધુ સમાજમાં શોકની લાગણી જાવા મળી રહી છે. બાપુના પાર્થિવદેહને દર્શન માટે બિલખાના રાવતેશ્વર ધર્માલયમાં મુકવામાં આવ્યો છે.
ગોપાલાનંદજી બાપુનો આજે એટલે કે ગાંધીજયંતિના દિવસે સવારે ૧૦ વાગે દેહવિલય થયો હતો. તેમના દર્શન રાવતેશ્વર ધર્માલયમાં બપોરે ૧ વાગ્યાથી કાલ સવારે છ વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે. આવતીકાલે સવારે ૬ વાગ્યાથી બાપુની પાલખીયાત્રા નીકળશે. રાવતપરા થઇ સોની બજાર મેઇન રોડ, સ્ટેશન રોડ અને ત્યાંથી જૂનાગઢ બિલનાથ મહાદેવ મંદિર, વંથલી રોડ જશે. ગુરૂવારના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે અંતિમવિધિ સંપન્ન કરવામાં આવશે.
ગોપાલાનંદજી વર્ષોથી તેઓ આરજી હકુમત પ્રવૃતિ કરતા હતા. બ્રિટીશરોના સમયમાં સ્વાતંત્ર સેનાની હતા ત્યારે ઘણી વખત તેમના હસ્તકની ધાર્મિક જગ્યાઓમાં આશરો લેતા હતા. જૂનાગઢના નવાબ પણ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. મોટી હવેલીના પુરૂષોતમ સ્વ. લાલજી મહારાજ સાથે તેમની મિત્રતા હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY