મુંબઈ,તા.૨૫
શેરમાર્કેટમાં શુક્રવારે ચઢાવ ઉતાર વચ્ચે કારોબાર જાવા મળ્યો હતો. માર્કેટે શરૂઆતમાં આજે તેજી સાથે કરી હતી પણ કારોબારના અંતમાં માર્કેટે પોતાની તેજી ગુમાવી દીધી હતી અને લાલ નિશાન પર જઈને બંધ થયો હતો. આજે નિફ્ટીના ૫૦ શેરોમાં ૩૨ શેરો કડાકા સાથે બંધ થયા છે તો સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૨ શેરમાં કડાકા સાથે બંધ થયા છે.
બજારમાં ઉપરી સ્તર પર કડાકા સાથે દબાવ હાવી રહ્યો. પરિણામોએ માર્કેટનો મુડ ખરાબ કરી નાખ્યો. નિફ્ટી આજે ૧૦૯૦૦ની નીચે પહોંચીને બંધ થયો. બેન્કીગ શેરોમાં દબાણ રહ્યું . બેન્ક નિફટીમાં ૧૨માંથી ૯ દિગ્ગજ શેરોમાં કડાકો નોંધાયો. બેન્ક નિફ્ટી આજે ઉપરી સ્તર પરથી લગભગ ૧૫૦ પોઈન્ટ તૂટ્યો હતો. મિડકેપ શેરોમાં કડાકો વધારે બોલ્યો હતો.
દિગ્ગજ શેરોની સાથે મિડ અને સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલીના દબાણના કારણે કડાકો બોલ્યો હતો. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં આજે ૧.૨ ટકાનો કડાકો બોલ્યો હતો ૧૪૬૮૧.૮૨ના સ્તર પર બંધ થયો છે. તો સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૫૮ ટકા ટુટીને ૧૪૦૦૦.૨૦ના સ્તર પર બંધ થયો છે. જા કે ઓયલ એન્ડ ગેસના શેરોમાં આજે ખરીદારી જાવા મળી હતી બીએસઈના ઓયલ એન્ડ હેસ ઈન્ડેક્સમાં આજે ૦.૧૮ ટકાની તેજી સાથે બંધ થયો છે.
બેન્કીંગ શેરોમાં વેચવાલીના કારણે નિફ્ટી શુક્રવારે ૦.૫૫ ટકા તુટ્યો હતો ૨૭૧૧૫.૩૦ના સ્તર પર બંધ થયો હતો આજના કારોબારમાં આઈટીને છોડીને નિફ્ટી તમામ સેક્ટોરિયલ ઈન્ડેસ્ક લાલ નિશાન પર બંધ થયા છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં ૩.૨૫ ટકા, મેટલ ઈન્ડેક્સમાં ૧.૨ ટકા, પીએસયૂ બેન્ક ૧.૩ ટકા બંધ થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



