રાજકોટ,તા.૧૮
શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, જેને કારણ સમગ્ર રાજ્યમાં રંગીલા રાજકોટની છબિ પણ ખરડાઈ રહી છે. આમ છતાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી. ગઈકાલે શહેરની ગોંડલ ચોકડી પાસે વધુ એક હત્યાની ઘટના બની હતી. મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ મૈસુર અલી પીંજરા(ઉ.વ.૨૮) નામના યુવાનની છરીના ઘાર ઝીંકી હત્યા નિપજાવી છે. જેને પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યાર બાદ મૃતકને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનો ખુલાસો થયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



