સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં ‘આંખ’ લાગશે : દુનિયામાં આવો પ્રયોગ પહેલીવાર

0
18

વોશિંગ્ટન,તા.૩૧
દુનિયાની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપનીઓમાંથી એક જગુઆર લેન્ડ રોવરે એક એવી ‘વર્ચ્યુઅલ આંખ’ બનાવી છે જેનો ઉપયોગ સેલ્ફ ડ્રાઇવિંગ કાર એટલે કે ડ્રાઇવર વગરની ગાડીઓ ચલાવવામાં કરાશે. જે રીતે કોઇ રોબોટમાં આંખ લગાવવામાં આવે છે તે રીતે કારમાં પણ આંખ લગાવાશે જેથી વ્યકિત જોઇ શકે કે તેની આસપાસ કોઇ વ્યકિત છે કે નહીં અને કોઇને પણ નુકસાન પહોંચાડયા વગર ગાડી ચાલી શકે.
અમેરિકામાં એક સર્વે કરાયો હતો જેમાં જાણવા મળ્યું કે લોકોને ડ્રાઇવર લેસ ગાડીઓ પર ઓછો ભરોસો છે. કેમ કે તેમાં હજુ પણ ટેકનોલોજીનો એટલો ઉપયોગ થયો નથી જેટલો થવો જાઇએ.
ત્યાર બાદ જગુઆર લેન્ડરોવરે મનોવૈજ્ઞાનિકોની મદદથી ડ્રાઇવરલેસ ગાડીઓના પ્રભાવને લઇને જાણકારી મેળવી અને વર્ચ્યુઅલ આંખ ડેવલપ કરી.
જગુઆર લેન્ડ રોવર કંપનીના એન્જિનિયરોની એક ટીમે આ વર્ચ્યુઅલ આંખ ડિઝાઇન કરી છે. તે એક પ્રકારે ઇન્ટેલિજન્સ કોડ છે જે ડ્રાઇવર લેસ ગાડીઓ પર લગાવાશે. આ વર્ચ્યુઅલ આંખોની મદદથી ગાડીઓ જોઇ શકશે કે આસપાસ કોઇ રસ્તે ચાલતી વ્યકિત છે કે નહીં અથવા તો કોઇ ગાડી આવી રહી નથી. એન્જિનિયરોએ જણાવ્યું કે ડ્રાઇવર લેસ ગાડીની સામેથી કોઇ વ્યકિત ચાલી રહી હશે તો ગાડી તેને જોયા બાદ જાતે રોકાઇ જશે.
ઘણી ઇન્ડસ્ટ્રી પોતાના રોબોટમાં આંખનો ઉપયોગ કરતી હોય છે. તાજેતરમાં એક ઇન્ડસ્ટ્રીયલ રોબોટ ‘BAXTER’માં વર્ચ્યુઅલ આંખોનો ઉપયોગ કરાયો હતો. જેની મદદથી રોબોટ પોતાની આસપાસ કામ કરી રહેલા લોકોને જોઇ શકે છે અને તેમની સાથે વાતચીત કરી શકે છે.
(જી.એન.એસ)

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY