કરોડોના ખર્ચે અપગ્રેડ થશે પીએમ મોદીનું વિમાન, મિસાઈલ ડિફેન્સ લગાવાશે

0
46

ન્યુ દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસોને કારણે ચર્ચામાં રહે છે. હવે વડાપ્રધાન મોદીનું વિમાન અપગ્રેડ થવાનું છે. એર ઈન્ડીયાએ સિએટલ ખાતેની વિમાનનિર્માતા કંપની પાસેથી મેળવેલા બે નવા-નક્કોર બોઈંગ-૭૭૭ વિમાનોને અમેરિકા પાછા મોકલ્યા છે. આ બંને વિમાનોને અમેરિકા મોકલીને ૧૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તેને વીવીઆઈપીને અનુરૂપ બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
આ વિમાનોમાં મિસાલથી બચવાની સિસ્ટમ અને સુરક્ષિત સંચાર પ્રણાલી લગાવવામાં આવશે. વડાપ્રધાન મોદીના હાલના બોઈંગ-૭૪૭ વિમાનમાં આવી સુવિધાઓ નથી. એરઈન્ડીયાના અધિકારી બે વિમાનોના ઓછા હોવાથી ખુશ નથી. તેમને આ પરિવર્તન માટે માત્ર ૧૧૦૦ કરોડ રૂપિયાની ચુકવણી જ નથી કરવાની પણ વાર્ષિક એકસો કરોડની કમાણીનું પણ નુકસાન થઈ રહ્યુ છે.
આ વિમાન પાછા ફર્યા બાદ તેનું સંચાલન કોણ કરશે. તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. મહત્વપૂર્ણ છે કે વિમાન એરઈન્ડીયાને વેચવામાં આવ્યા છે અને વાયુસેનાની વીવીઆઈપી સ્ક્વોર્ડન કે જેના દ્વારા બિઝનસ જેટ અને એમ્બ્રેયર ચલાવવામાં આવે છે. તેમની પાસે મોટા કદના વિમાનોને ચલાવવા માટે યોગ્ય પાયલટ નથી. મોટાભાગે જે પ્લેનમાં રાષ્ટ્રધ્યક્ષો સફર કરતા હયો છે.
તેમા કોન્ફરન્સ હોલ, મીટિંગ કરવાનું સ્થાન, આરામ કરવાની જગ્યા, નાની ઓફિસ જેવી તમામ સુવિધાઓ હોય છે. તેના સિવાય પ્લેનથી કોઈપણ દેશના રાષ્ટ્રધ્યક્ષ, પોતાના કાર્યાલય સાથે સંપર્કની પણ સુવિધા ઉપલબ્ધ રહે છે. તેના સિવાય મેડિકલ, સુરક્ષા તથા અન્ય જરૂરી સામન હંમેશા રાષ્ટ્રધ્યક્ષના વિમાનમાં ઉપલબ્ધ રહે છે. જા બોઈંગની વાત કરીએ તો એક બોઈંગ-૭૭૭-૩૦૦ ઈઆર વિમાનમાં સરેરાશ ૩૪૨ બેઠકો હોય છે. જેમાં ચાર ફર્સ્ટ ક્લાસ, ૩૫ બિઝનસ ક્લાસ અને ૩૦૩ ઈકોનોમી ક્લાસની બેઠકો હોય છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY