‘કેસ લડવામાં ખૂબ ખર્ચ થયો,પત્નીને ૨.૨૯ કરોડનું ભથ્થું નહીં આપી શકું’

0
22

લંડન,તા.૨૧
બ્રિટનમાં એક અબજપતિ વેપારીએ પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ર,૪૦,૦૦૦ પાઉન્ડ (રૂ.ર કરોડ ર૯ લાખ) ભરણપોષણ પેટે આપવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. બિઝનેસમેનનો તર્ક હતો કે વકીલો અને કાયદાકીય પ્રક્રિયામાં એક લાખ પાઉન્ડ (લગભગ ૯૬ લાખ રૂપિયા) ખર્ચાઇ ગયા છે.
આ વ્યકિતએ પોતાની પાસે રૂ.૩રર કરોડની સંપત્તિ બતાવી છે. આ વેપારી ઓમાનનો રહેવાસી છે. કોર્ટે લંડનમાં બાળકો સાથે રહેનાર તેની પૂર્વ પત્નીને છ મહિના સુધી પ્રતિમાસ ૪૦,૦૦૦ પાઉન્ડ ભરણપોષણ આપવાનો આદેશ કર્યો હતો. વેપારીના વકીલોએ દાવો કર્યો છે કે તેની આ સંપત્તિ વાસ્તવિક નથી. ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની કાર્બનિયનના પતન બાદ વેપારીને ઘણું નુકસાન થયું છે.
સિનિયર જજ જસ્ટિસ હોલ્મેને કહ્યું કે વેપારીએ લો ફર્મને આપવા માટે ૯પ,૦૦૦ પાઉન્ડ એકઠા કર્યા હતા. કોર્ટે કહ્યું કે વેપારીએ તેના વકીલોને ત્યાં સુધી પૈસા ન આપવા જાઇએ કે જ્યાં સુધી પૂર્વ પત્નીને ભરણપોષણ ન આપી શકે.
પત્નીનો આક્ષેપ હતો કે તેનો પતિ તેના પર હદથી વધારે પ્રતિબંધ મૂકે છે. ડ્રાઇવરને કહે છે કે તેને એકલાં ક્્યાંય બહાર ન લઇ જાય. બહાર લઇ જવાનું યોગ્ય કારણ હોય તો બાળકોને પણ સાથે લઇ જાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY