સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મનીન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર પ્રોહી કેસો શોધી કાઢવાની ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર પ્રોહી કેસો શોધી કાઢવા સુચનાઓ કરવામાં આવેલ છે.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ચોટીલા ના ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.ચુડાસમા ની સુચનાથી હે.કો. જી.વી.વાનાણી પો.કો. અમરકુમાર ગઢવી, હરદેવસિંહ પરમાર, લખમણભાઇ અે રીતે ના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા, દરમિયાન પો.કો હરદેવસિંહ મારફતે પો.સ.ઇ. ડી.ડી.ચુડાસમાને બાતમી મળેલ કે, નાગડકા ગામનો આરોપી કાનજીભાઇ ગોકળભાઇ ત.કોળીઅે ભારતિય બનાવટનો ઇંગ્લિશ દારુનો જથ્થો નાગડકા ગામના ઓગાન નામના તળાવમાં ઉતારેલ છે. જેથી, ઉપરોક્ત જગ્યાએ સાયલા પોલીસ ની ટીમ દ્વારા રેઇડ કરતા, 324 નંગ શિલબંધ ઇંગ્લિશ ની બોટલો મળી આવેલ જેની કિંમત રૂ. 1,24,400/- નો મુદ્દામાલ પકડી પાડી, કબ્જે કરેલ છે. આ બાબતે સાયલા પોલીસ સ્ટેશનના પો.કો અમરભા ગઢવીઅે સરકાર તરફે ફરિયાદી બની, નાસી ગયેલ આરોપી કાનજીભાઇ વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.

પોલીસ રેઇડથી બચવા માટે પ્રોહીબિશન ના બુટલેગરો જુદી જુદી તરકીબો અજમાવતા હોય છે, ત્યારે સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ડી.ડી.ચુડાસમા તથા સ્ટાફની સતર્કતાના કારણે સાયલના નગડકા ગામના પ્રોહીબિશન બુટલેગર કાનજીભાઈ કોળીની પોલ ખોલી નાખી, સરકારી જમીનમાં તળાવમાં ઊંડા ખાડામાં છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ શોધી કાઢેલ હતો. કુદરતી રીતે તળાવમાં તપાસ કરવામાં આવે તો, કોઈ સામન્ય માણસોને ખબર પણ ના પડે તેવી જગ્યા સાયલા પોલીસ દ્વારા જહેમત ઉઠાવતા મળી આવેલ અને તેમાં રૂ. 1,24,400/- માતબર રકમનો નંગ 324 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ હતો.

આ ભારતીય બનાવટનો વિદેશી દારુ નો જથ્થો કોની પાસે થી મગાવ્યો હતો..?? કોને આપવાનો હતો..?? બીજા કોણ ઇસમો આમા સંડોવાયેલ છે.?? વિગેરે કામની આગળ ની તપાસ સાયલા પો.સ્ટે ના પો.સ.ઇ. ડી.ડી.ચુડાસમા નાઓ ચલાવી રહેલ છે…
રીપોટર : દિપકસિંહ વાઘેલા,
સુરેન્દ્રનગરજંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





