મુંબઈ,તા.૧૭
મોખરાની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતે કહ્યું હતું કે મને કદી લડયા વિના કશું મળ્યું નથી. મારે સતત સંજાગો સામે લડત આપવી પડી હતી.
‘હું નથી ઇચ્છતી કે મારાં સ્વજનો અને ભવિષ્યમાં મારાં સંતાનોએ એવો સંઘર્ષ કરવો પડે. એટલે હંં સતત સાવધ રહુ છું. હાલ હું જે ફિલ્મ કરી રહી છું એ મણીકર્ણિકા ધ ક્વીન આૅફ ઝાંસીની નાયિકા લક્ષ્મીબાઇ જેવું જ મારું પણ જીવન રહ્યું છે. મને જે જાઇતું હોય એને માટે મારે સતત લડત આપવી પડી છે, સતત સંજાગોનો સામનો કરવો પડયો છે’ એમ કંગનાએ કહ્યું હતું.
આ ફિલ્મ મણીકર્ણિકાના ડાયરેક્ટર સાઉથની કોઇ ફિલ્મના કામમાં બીઝી થઇ જતાં કંગનાએે મુખ્ય પાત્ર કરવા ઉપરાંત ડાયરેક્શનની જવાબદારી પણ અદા કરવાની આવી હતી. એણે કહ્યું કે ભવિષ્યમાં મારાં સંતાનોને મારા જેવી લડત આપવી ન પડે એવી મારી ઉત્કટ ઇચ્છા છે. મને અત્યાર સુધી કશું લડત આપ્યા વિના મળ્યું નથી. મારું જીવન અને મારી ફિલ્મ કારકિર્દી સતત સંઘર્ષમય રહ્યાં છે. સતત લડવું પડયું એ માટે મને ગૌરવ કે શરમ નથી. મને જે કંઇ મળ્યું છે એનાથી મને પૂરો સંતોષ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







