લખનૌ,તા.૩૦
દેશના સૌથી મોટા પરીક્ષા બોર્ડમાં સામેલ એવા યુપી બોર્ડમાં હવે વૈદિક ગણિત ભણાવાશે. આ માટે બોર્ડ તરફથી સિલેબસ પર કામ લગભગ પૂરું થઇ ચૂકયું છે અને ખૂબ જ જલદી માર્કેટમાં તેનાં પુસ્તકો આવી જશે. આગામી સત્રથી સ્કૂલોમાં તેને લાગુ કરી દેવાશે. આ પ્રસ્તાવ વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થા તરફથી બોર્ડને મોકલવામાં આવ્યો હતો, જેના પર બોર્ડે સહમતીની મહોર મારી છે.
સંસ્થાના મહામંત્રી લલિત બિહારી ગોસ્વામીએ જણાવ્યું કે આપણું શિક્ષણ રાષ્ટ્ર કેન્દ્રિત નથી, તેમાં પશ્ચિમી સભ્યતાની છાપ છે. તેને દૂર કરવા અને આપણા શિક્ષણને દેશ કેન્દ્રિત બનાવવા માટે બોર્ડને ૩ર પોઇન્ટનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો તેમાં વૈદિક ગણિતને બોર્ડે સ્વીકૃતિ આપી દીધી છે.
આ ઉપરાંત ઇતિહાસને યોગ્ય રીતે પ્રસ્તુત કરવા અને ઘણા એવા યોદ્ધાઓની ગાથાઓ જે અત્યાર સુધી સામેલ કરાઇ નથી તેને પણ સામેલ કરવાનો પ્રસ્તાવ છે. હવે આગામી સત્રમાં જેટલા બદલાવ થઇ જશે ત્યાર બાદ સંસ્થા ફરીથી અન્ય બદલાવને લાગુ કરવા પ્રયાસ કરશે.
ગણિતના શિક્ષક ડી.કે.સિંહે જણાવ્યું કે વૈદિક ગણિતમાં સંસ્કૃતનાં સૂત્રોથી ગણિતનાં સૂત્રો ભણાવાય છે. તેમણે તેના કારણે કેલ્ક્યુલેશન ખૂબ જ સરળ બની જાય છે. ૧ર વર્ષ પહેલાં પણ આ શરૂ કરાયું હતું, પરંતુ એકાદ-બે વર્ષમાં બંધ કરી દેવાયું. અત્યાર સુધી તેનો કોઇ સિલેબસ અને પુસ્તકો આવ્યાં ન હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


