મુંબઈ,તા.૩૦
ફિલ્મ નિર્માત્રી પ્રજ્ઞા કપૂરે કહ્યું હતું કે અમારી આગામી ફિલ્મ કેદારનાથની લવ સ્ટોરી ચીલાચાલુ લવ સ્ટોરી નથી પણ લોકેશન લવ સ્ટોરી છે.
અભિષેક કપૂર નિર્દેશિત આ ફિલ્મ છેલ્લાં અઢી ત્રણ વર્ષથી એક યા બીજા કારણે સતત વિલંબમાં પડી રહી છે. સુશાંત સિંઘ રાજપૂત અને સારા અલી ખાન એમાં ચમકી રહ્યાં છે. સારા વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી અમૃતા સિંઘ અને સૈફ અલી ખાનની પુત્રી છે અને કેદારનાથ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. તાજેતરમાં જ આફિલ્મનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે.
‘કુદરતની કરાળ થપ્પડ ખાધેલા આ વર્જિન અને અવિકસિત લોકેશન પર શૂટિંગ કરવાનું ભલભલા અનુભવી ફિલ્મ સર્જકને પણ થકવી દેનારું બની રહે એવું અમે અનુભવ્યું હતું. ગૌરી કુંડથી કેદારનાથનો ૧૪ કિલોમીટરનો માર્ગ અત્યંત કપરો માર્ગ હતો. અમારે આખાય યુનિટ અને કેમેરા સાથે આ માર્ગ કાપવાનો હતો. સદ્ભાગ્યે તમામ યુનિટ મેમ્બર્સ અને સ્ટાર્સના સહકારથી ફિલ્મ પૂરી થઇ હતી અને હવે અમે ઓડિન્ય સમક્ષ હાજર થવાના છીએ’ એમ એક નિવેદનમાં પ્રજ્ઞાએ કહ્યું હતું. સર્જકોએ પ્રેમ એજ યાત્રા છે એવી ટેગલાઇન પસંદ કરી હતી.
૨૦૧૩ના ચોમાસામાં આવેલી સુનામીએ અહીં ભયંકર વિનાશ વેર્યો હતો. હજારો લોકો માર્યા ગયા હતા અને કરોડો રૃપિયાની માલમિલકતને સહેલાઇથી ભરપાઇ ન કરી શકાય એવું નુકસાન થયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



