યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તેમજ નડિયાદ બાલકન-જી-બારીના સંયુક્ત ઉપક્રમે નડિયાદ તાલુકાના કલાકારો માટે સને ૨૦૧૮-૧૯ના વર્ષના ‘‘નડિયાદ તાલુકા યુવા ઉત્સવ’’ નું આયોજન કરવામાં આવેલ છે.
જેમા સાહિત્ય વિભાગની જુદી જુદી સ્પર્ધા, કલા વિભાગ, સાંસ્કૃતિક વિભાગ અને શાસ્ત્રીય નૃત્ય વિભાગની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન તા.૦૬-૧૦-૨૦૧૮ને શનિવારે બપોરે ૧.૦૦ થી શરૂ કરવામાં આવનાર છે. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ સંસ્થાના લેટર પેડ ઉપર પ્રવેશપત્રોમાં સ્પર્ધકના નામ, જન્મ તારીખ, ઉંમર, સ્પર્ધા અને વિભાગ, સરનામાની વિગત અને જન્મના દાખલા સહિત સંસ્થા/કોલેજ/શાળાના સંચાલક/આચાર્યના સહી સિક્કા સાથે તા.૦૩-૧૦-૨૦૧૮ સુધીમાં જમા કરાવવાનું રહેશે.
દરેક સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બનેલ કલાકારોને તા.૦૭-૧૦-૨૦૧૮ના રોજ યોજાનાર જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં ભાગ લેવા અવશ્ય આવવાનું રહેશે અને વધુ વિગત માટે બાલકન-જી-બારીના શ્રી આરતસિંહ બારીયા, મોબા.નં.૯૭૧૨૮-૦૨૮૦૯ ઉપર સંપર્ક કરવા નડિયાદ બાલકન-જી-બારીની યાદીમાં જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



