અલ્ટ્રાટેક માઈનીંગ વિરોધ મામલોઃ ૯૨ લોકોને શરતી જામીન મળ્યા

0
10

ભાવનગર,તા.૯
અલ્ટ્રાટેક માઈનીંગ જમીન સંપાદનના મામલે વિરોધ કરનાર ૯૨ ખેડૂતોને મહુવાની સેસન્સ કોર્ટે શરતી જામીન આપી જેલ મુક્ત કર્યા છે. કોર્ટે ૧૦ હજારની શરતી જામીન આપી છે.
પ્રાપ્ત માહિુતી મુજબ, જમીન સંપાદન મામલે અલ્ટ્રાટેક માઈનીંગ અને સરકારનો છેલ્લા કેટલાએ સમયથી સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા. જેને પગલે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ૯૨ જેટલા લોકોની પોલીસે ૭ના ગુના હેઠળ અટકાયત કરી હતી. આ મામલે બુધવારે મહુવાની સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી, જેમાં કોર્ટે ૯૨ લોકોને શરતી જામીન મંજૂર કર્યા છે.
મહુવા સેશન્સ કોર્ટે ૯૨ લોકોને ૧૦ હજારના શરતી જામીન આપ્યા છે. કોર્ટે જામીન મંજૂર કરતા પહેલા આરોપીઓને માઈનીંગવાળા સ્થળ પર ન જવાની શરતે જામીન આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે જમીન સંપાદનની પ્રક્રિયાના પગલે છેલ્લા કેટલાક દિવસથી ખેડૂત ખાતેદારોનો વિરોધ ચાલી રહ્યો છે. અને આ પ્રશ્નને લઈને રવિવારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયુ હતું. પડવાની સંપાદિત થયેલી જમીનનો કબજા મેળવવા સરકારી બાબુઓએ બળપ્રયોગ કર્યો હતો. આ પોલીસ દમનમાં ૫૦થી વધુ ટીયરગેસના ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ વિરોધ કરનારા ૯૨ લોકોની પોલીસે અટકાયત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY