સુખભાદર ડેમ ને નર્મદાના પાણીથી ભરવા રાણપુર સરપંચ દ્રારા રજુઆત

0
501

બોટાદ જીલ્લાના રાણપુર સહીત આજુબાજુના વિસ્તારોમાં ચાલુ વર્ષે સારો વરસાદ નહી થતા પીવાના પાણી તંગી રાણપુરવાસીઓને સતાવી રહી છે ત્યારે જો નર્મદાના નીર થી સુખભાદર ડેમ(ભડલા ડેમ)ભરવામાં આવે તો રાણપુર ને નિયમીત ચાર કે પાંચ દિવસે પીવા નુ પાણી મળી રહે અગાઉ રાણપુરમાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં પાણી ના પ્રશ્ને તોડફોડ થઈ ચુકી છે અત્યારે રાણપુર શહેરમાં દસ થી બાર દિવસે પીનાનુ પાણી આવે છે જો શિયાળામાં પીવાના પાણીની આવી પરીસ્થિતી છે તો ઉનાળામાં પીવાના પાણીની પરીસ્થિતી કેવી હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે આવી કોઈ પરીસ્થિતી ઉભી ન થાય તે માટે તાત્કાલિક નર્મદાના પાણીથી સુખભાદર ડેમ(ભડલા ડેમ)ભરવા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી દ્રારા કલેક્ટર તથા પાણી પુરવઠા વિભાગ પાગે માંગણી કરેલ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY