મુંબઈ,તા.૫
૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૬નાં રોજ કાશ્મીરનાં ઉરી બેસ કેમ્પ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૧૯ જવાનો શહીદ થયા હતા. આ ઘટનાથી દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ આતંકવાદી હુમલા બાદ સેનાએ પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરીને જવાનોની શહીદીનો બદલો લીધો હતો. જવાનોની આ શહીદી અને ભારતીય સેનાએ કરેલી સર્જીકલ સ્ટ્રાઇકની વાર્તા ફિલ્મ ‘ઉરી’માં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે.
ટ્રેલરની શરૂઆત એ વિઝ્યુઅલ્સથી થઈ રહી છે જેમાં ઉરી બેસ કેમ્પ પર હુમલો કરવામાં આવે છે અને આપણા ૧૯ જવાનો શહીદ થઈ જાય છે. આ ઘટના બાદ કેવી રીતે સેનામાં રોષ જાવા મળ્યો અને સેનાએ સર્જિકલ સ્ટ્રાઇકનો પ્લાન કર્યો. ફિલ્મમાં વિક્કી કૌશલ સેનાનાં એ અધિકારીનાં પાત્રમાં જાવા મળી રહ્યો છે જે સર્જિકલ સ્ટ્રાઇકને લીડ કરે છે. તો એક્ટ્રેસ યામી ગૌતમ ફિલ્મમાં અત્યંત કડક તપાસ અધિકારીનાં પાત્રમાં જાવા મળે છે. ફિલ્મનાં ટ્રેલરમાં ઘણા જારદાર ડાયલાગ્સ છે. ‘આજ તક હમારી સહનશીલતા કો કમજારી સમજા જાતા થા, મગર અબ નહીં’, ‘યે નયા હિન્દુસ્તાન હૈ, યે હિન્દુસ્તાન ઘર મે ઘુસેગા ભી ઔર મારેગા ભી.’ જેવા ડાયલાગ્સ ટ્રેલરને ધારદાર બનાવે છે.
અભિનેત્રી યામી ગૌતમ એની આગામી ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં લશ્કરી ઇન્ટેલિજન્સ આૅફિસરના રોલમાં ચમકી રહી હોવાની જાણકારી મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



