બોટાદ જીલ્લાની તમામ શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી બોટાદ જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજે બોટાદમાં પાળીયાદ રોડ ઉપર આવેલ સમાંતર સ્વાયત્ત માધ્યમિક વિદ્યાલય(વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ)માં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક શ્રી મનસુખભાઇ સાબવા, આચાર્યશ્રી નરેન્દ્રભાઈ ધંધુકિયા અને સોશ્યલ વર્કર શ્રી ગૌતમભાઈ વંડરા દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.



રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



