બોટાદના ખોજાવાડી વિસ્તારમાં બેભાઈઓ પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા એક ભાઈનું મોત નિપજવા પામ્યું છે. જયારે અન્ય એકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

બનાવ સ્થળેથી મળતી વિગત મુજબ બોટાદના હરણકુઈ નવામદ્રાસા પાસે રહેતા અને રીક્ષાનું ગેરેજ ધરાવતાં ઈમરાનભાઈ ભીખાભાઈ વડદરીયા અને તેના ભાઈ ઈરફાનભાઈ વડદરીયા પર રાત્રીના ૮-૩૦ વાગ્યાના અરસામાં ત્રણ શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરતા બન્ને ભાઈઓને લોહીયાળ ગંભીર ઈજાઓ થતા ઈમરાનભાઈનું મોત નિપજવા પામ્યું હતું જયારે ઈરફાનભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતાં બોટાદ પોલીસ મથકનો સ્ટાફ, એલસીબી સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગેની જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.

રાજુભાઇ બોટાદ
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




