વાંકાનેર-માળિયામાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબી જીલ્લામાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારનો ધમધમાટ શરુ થયેલો જોવા મળે છે જેમાં પોલીસના દરોડા પણ ચાલુ છે ત્યારે વાંકાનેર અને માળિયા પંથકમાં જુગાર રમતા વધુ આઠ પત્તાપ્રેમીઓને દબોચી લેવાયા છે.
મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી બન્નો જોષીની સુચનાથી વાંકાનેર સીટી પીઆઈ બી.ટી. વાઢીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.ધાંધલ, રાજેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઈ ઓળકીયા, વીરેન્દ્રસીહ્ ઝાલા, હરેશભાઈ આગલ, સહદેવસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કરતા જુગાર રમી રહેલા મકાનમાલિક ચિરાગ કીર્તિકુમાર જોબનપુત્રા, સુનીલ મનસુખ મહેતા, ચેતન ચમન રાઠોડ, શૈલેશ શાંતિલાલ મહેતા અને મનોહરસિંહ જયદેવસિંહ ઝાલા એ પાંચને ઝડપી લઈને રોકડ ૧૮,૧૦૦ તથા બે વિદેશી દારૂની બોટલ કીમત ૧૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા દરોડામાં માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે મહિપતસિંહ સોલંકીને મળેલી બાતમીને આધારે માળીયાના કોળી વાસમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર દરોડો કરતા આરોપી તાજમહમદ વલીમાંમદ કટિયા, ઇકબાલ મહમદભાઈ મોવર અને કરીમ જુમાભાઈ મોવર એ ત્રણને ઝડપી લઈને ૧૦,૧૬૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત વેબ ન્યુ્ઝજંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો Mo. 9978406923 PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






