બ્રિટન,તા.૧૪
એક દેશ છે એવો કે જ્યાં તમે જો કોઇ સ્કર્ટ પહેરેલી મહિલાનો તેની પરવાનગી વગર ફોટો પાડશો તો તમારી પર કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. હા, તમારે જા સ્કર્ટ પહેરેલી મહિલાનો ફોટો પાડવો હશે તો પહેલા તેમની પરવાનગી લેવી જરૂરી બનશે, નહીં તો તમારે કાયદાનો સામનો કરવો પડશે.
આપણે જે દેશના વાત કરી રહ્યા છીએ તે દેશ છે બ્રિટન, આ દેશમાં આ બાતને લઇને ૧૮ મહિનાથી એક આંદોલન ચાલી રહ્યુ હતું. આખરે આ આંદોલનની અસર એટલી મજબૂત હતા કે જેના કારણે એવો વટહૂકમ બહાર પાડવામાં આવ્યો છે કે સ્કર્ટ પહેરેલી કોઇપણ મહિલાનો ફોટો જા તેની સહમતિ વગર પાડવામાં આવશે તો તેને એક અપરાધ તરીકે ગણવામાં આવશે.
પ્રાપ્ત અહેવાલ મુજબ આ પ્રકારના અપરાધ સાથે જાડાયેલા વિધેયકને બુધવારે મહારાની એલિઝાબેથ બીજા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જ્યાર બાદ આ નિર્ણયને કાયદાનું રૂપ આપવામાં આવ્યું છે. આ કાયદા મુજબ ભંગ કરનાર ને બે વર્ષ જેલની સજા થશે અને તેનું નામ દેશના યૌન અપરાધિઓ સાથે જાડી દેવામાં આવશે.
આ આંદોલનને લોકો સામે લાવનારી મહિલા છે ગિના માર્ટિન કે જેઓ આ પ્રકારના બનાવવો ભોગ બની ગયા છે. તેમણે તેમના આ પ્રકારના ખરાબ અનુભવ બાદ ‘અપસ્ક‹ટગ’ એટલે કે ( સ્કર્ટ પહેરેલી મહિલાની ખોટી રીતે તસવીર લેવી ) ને લઇને અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગિના માર્ટિનના નેતૃત્વ હેઠળ આ અભિયાન ૧૮ મહિના ચાલ્યું હતું. આ અભિયાનને બ્રિટનના લોકોનું ભારે સર્મથન મળતા સરકાર દ્વારા આ બાબતને લઇને કાયદો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


