ભૂજ,તા.૨૭
દેશના રાજકારણમાં ચર્ચાસ્પદ બનેલો કચ્છનો નલિયા સામૂહિક દુષ્કર્મકાંડ એક વર્ષ સુધી ગાજ્યા બાદ અગાઉ અનેક વખત અરજીઓ છતા હાઇ કોર્ટ સુધી જે આરોપીઓના દુષ્કર્મ કેસમાં જામીન નામંજૂર થયા તે તમામ આરોપીઓ હવે મુક્ત થયા છે. ભુજની સેસન્સ કોર્ટે વધુ ચાર આરોપીઓને જામીન મુક્ત કરી દેતાં માત્ર બે સપ્તાહ જેટલા ટૂંકા ગાળામાં તમામ ૮ આરોપી પોણા બે વર્ષ બાદ જેલ મુક્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,ગત ૨૫ જાન્યુઆરી ૨૦૧૭ના નલિયા દુષ્કર્મકાંડની ફરીયાદ પીડિતા દ્વારા નોંધાયા બાદ રાજકીય હોબાળા વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દુષ્કર્મકાંડના કુલ ૮ વગદાર તહોમતદારને પોલીસે ફરિયાદ બાદ તાત્કાલિક ઝડપી લીધા હતા અને તેમાંથી જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જાડાયેલા હતા તેને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.
કચ્છમાં લાંબા સમયથી શાસન કરતી ભાજપની સરકારને કંલકિત કરતી આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ગુજરાત રાજ્ય સાથે બહારના રાજ્યોમાં પણ ભાજપની છબી ખરડતી આ ઘટનાની ચર્ચા હતી. દુષ્કર્મકાંડ કેસની ગંભીરતા સાથે કેસ હાઇપ્રોફાઇલ હોવાથી કોર્ટમાંથી આરોપીને જામીન મળતા ન હતા પરંતુ પીડિતાએ છેલ્લે આપેલી જુબાની અને કેસના કેટલાક તથ્યોને ધ્યાને રાખી એક પછી એક તમામ ૮ આરોપીની અંતે કોર્ટે મુક્તી કરી છે જા કે કેસમાં પીડિતાએ કેટલીક બાબતોમાં ફેરવી તોળતા એક સમયે આ કેસમાં વણાંક આવ્યો હતો, પરંતુ હવે જયારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આરોપીઓની જામીન મુક્તિ પછી સૌની નજર આ કેસમાં કોર્ટના ચુકાદા પર રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




