લ્યો, બોલો..! દારૂમાં જપ્ત કરેલી મોટરસાયકલ પોલીસ પાસે જ નથી!

0
133

સુરત:
સુરતના લિબાયત પોલીસ દ્વારા દારૂના કેસમાં લેવાયેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાઈકલને પરત આપવા કોર્ટનો આદેશ હોવા છતાં પોલીસ ફરિયાદીને એક યા બીજા કારણોસર મુદ્દામાલ આપવામાં નહીં આવતા આખરે ફરીવાર કોર્ટનું શરણું લેવું પડ્યું છે. આ કેસની વિગત મુજબ તા.૦૮-૭-૨૦૧૭ના રોજ રાત્રીના સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં લિબાયતના મહાપ્રતાપ સંતોષીનગરમાં પ્લોટ નંબર-૧૩૪ની બાજુમાં આવેલી પટેલ લાકડાના પાટિયાની આડસમાં દેશી દારૂ સંતાડીને હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ ઉપર એક પ્લાસ્ટિકની થેલીમાં ૪૦ પ્લાસ્ટિકની કોથળીઓમાં ૧૦ લીટર જેટલો દેશી દારૂ રાખવામાં આવ્યો હતો. પોલીસે દારૂ અને રોકડા રૂ.૨૦૦ સહિત સાગર સકારામ પવારની ધરપકડ કરી હતી અને મોટરસાઇકલ કબજે કરી હતી. ધરપકડ બાદ સાગરનો જામીન ઉપર છૂટકારો થયો હતો અને તે પોતાના ઘરે આવી ગયો હતો. આ દરમિયાન તા. ૫-૧૦-૨૦૧૭માં સાગરનું મોત નીપજ્યું હતું. ધાર્મિક વિધી પૂર્ણ કર્યા બાદ સાગરની પત્ની સંધ્યા પવારએ કોર્ટમાં મુદ્દામાલમાં કબજે લેવાયેલી મોટરસાઇકલ પરત લેવા માટે અરજી કરી હતી. જેના આધારે કોર્ટે રૂ. ૪૮ હજારના બોન્ડ ભરીને મોટરસાઇકલનો કબજો સંધ્યાબેનને સોંપવા માટે તા. ૨૫-૧૧-૨૦૧૭ના રોજ આદેશ કર્યો હતો. આ આદેશ અનુસાર સંધ્યાબેન એ લીંબાયત પોલીસ પાસેથી મોટરસાઇકલનો કબજો માંગ્યો હતો પરંતુ ત્રણ મહિનાનો સમયગાળો થયો હોવા છતાં પોલીસ માત્ર સંધ્યાબેનને ધરમના ધક્કા જ ખવડાવી રહી છે. આ મુદ્દે સંધ્યાબેનએ ફરીવાર કોર્ટમાં અરજી કરી હતી અને લીંબાયત પોલીસ પાસેથી મોટરસાઇકલનો કબજો અપાવવા માટે દાદ માંગી હતી.
જોકે જોવું એ રહ્યું કે પોલીસ પાસે આ મોટરસાઇકલ છે કે બારોબાર વહીવટ થઈ ગયો છે જેથી આ વિધવાને ધર્મના ધક્કા ખવડાવવમાં આવી રહ્યા છે અને મળશે તો પણ એજ મોટરસાયકલ હશે કે નહીં તેવી લોકચર્ચા ચાલી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY