વિદેશમાંથી ૨૦૧૭માં ૬૯ અબજ ડોલર જેટલી રકમ ભારતમાં આવી

0
12

રેમિટ્રસ્કોપ-રેમિટન્સ માર્કેટ એન્ડ ઓર્પોચ્યુનિટિસ-એશિયા પેસિફિલ અહેવાલમાં ખુલાસો
ન્યૂયોર્ક,તા.૧૪
દુનિયાના દેશોમાં ભારતમાં સૌથી વધુ રેમિટન્સ મોકલવામાં આવે છે. ભારતના સ્થળાંતરીઓ દ્વારા ૨૦૧૭માં ૬૯ અબજ ડાલર જેટલી રકમ ભારતમાં મોકલી હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે એશિયા-પેસિફિક પ્રદેશમાં ૨૫૬ અબજ ડાલર રેમિટન્સ પેટે મોકલવામાં આવ્યા હતા.
‘રેમિટ્‌સ્કોપ-રેમિટન્સ માર્કેટ્‌સ એન્ડ ઓર્પોચ્યુનિટીસ એશિયા પેસિફિક અહેવાલમાં જણાવવામાં આવ્યા મુજબ રેમિટન્સ મેળવનાર ટોચના દસ દેશની યાદીમાં ભારત (૬૯ અબજ), ચીન(૬૪ અબજ), ફિલિપાઈન્સ (૩૩ અબજ) ૨૦૧૭માં રેમિટન્સ મેળવનાર દેશો પૈકી આ ત્રણ સૌથી મોટા છે.
પાકિસ્તાન (૨૦ અબજ) અને વિયેટનામ (૧૪ અબજ)નો પણ ટોચના દસ દેશોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા અને પેસેફિકમાં મોકલવામાં આવતા રેમિટન્સ પૈકી ૭૦ ટકા બહારના પ્રદેશ અને અખાતી દેશોમાંથી (૩૨ ટકા), ઉત્તર અમેરિકા (૨૬ ટકા), યુરોપ (૧૨ ટકા).
૨૦૩૦ સુધીમાં આશરે ૬ ટ્રિલ્યન ડાલર રેમિટન્સ વિકાસશીલ દેશોમાં મોકલવામાં આવે તેવી અપેક્ષા છે. અડધાથી વધુ રેમિટન્સની રકમ એશિયા-પેસેફિકના પ્રદેશ વિસ્તારમાં નાનાં શહેરો અને ગામોમાં મોકલવામાં આવશે.
ગયા વર્ષે વસાહતી કર્મીઓએ ૨૫૬ અબજ ડાલર એશિયા પેસિફિકના દેશોમાં વસતા પરિવારને મોકલ્યા હોવાનું ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (આઈએફએડી) દ્વારા પ્રગટ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY