ઉત્તરાખંડમાં આશરે ૧૨ હજાર કરોડના ખર્ચની સાથે બની રહેલા ચારધામ રાષ્ટ્રીય રાજમાર્ગ યોજના પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધા બાદ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા પર્યાવરણવાદીઓને ચોક્કસપણે આંશિક રીતે રાહત થઇ છે.
તેમને લાગે છે કે સુપ્રીમ કોર્ટે આખરે તેમના પક્ષને મહત્વ આપ્યુ છે. જેમાં તેઓ સતત આ બાબતને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા કે યોજના હેઠળ મોટી સંખ્યામાં વૃક્ષોને કાપી નાંખવામાં આવનાર છે અને પહાડોને પણ તોડી પાડવામાં આવનાર છે. જેના કારણે કુદરતને નુકસાન થશે. અરજી કરનાર લોકોની દલીલ છે કે યોજના તૈયાર કરનાર લોકોએ કોઇ બાબત ધ્યાનમાં લીધી નથી. યોજના માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસેથી મંજુરી પણ લેવામાં આવી નથી. કાનુની અડચણોથી બચવા માટે યોજનાને ૧૫ નાના નાના પ્રોજેક્ટમાં વિભાજિત કરીને આંખમાં ધુળ નાંખવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે એનજીટીમાં મુકવામાં આવેલી આ તમામ અરજીઓમાં માત્ર એટલુ પરિણામ આવી શક્યુ છે કે આ વર્ષે સપ્ટેબરમાં એક નજર રાખનાર સમિતી બનાવી દેવામાં આવી હતી. જા કે કામ ચાલુ રહ્યુ હતુ. સ્વાભાવિક છે કે આ કવાયત પાછળ કોઇ હેતુ ન હતા. કારણ કે સતત વૃક્ષોને નુકસાન કરવામાં આવી રહ્ય હતુ. અને પહાડોને કાપવામાં આવી રહ્યા હતા.
સાથે સાથે એનજીટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ચારધામ રાષ્ટ્રીય રાજમાર્ગ લોકોના હિતમાં છે. દેશની લાંબા ગાળાની સુરક્ષા માટે પણ તે જરૂરી છે. એનજીટીના આ વલણની સામે અરજી કરનાર લોકો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા ત્યારે કોર્ટે યોજનાને લીલીઝંડી આપી દેવાના એનજીટીના નિર્ણય પર પ્રતિબંધ મુકી દીધો હતો. જા કે આ મામલે હવે વધુ સુનાવઁણી ૧૫મી નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. જા કે આના કારણે સરકારની મુશ્કેલી વધી ગઇ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પાસેથી જવાબની માંગ કરી છે. ચિંતાજનક બાબત એ છે કે આ નાજુક વળાંક પર યોજનામાં અડચણોના ખતરા વધારે ગંભીર છે. કારણ કે આને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જાવામાં આવે છે. જેથી તેના પર કામ ખુબ જ ઝડપથી કરવામાં આવ્યુ છે. આવી સ્થતીમાં હવે કોઇ પણ પ્રકારની રોક યોગ્ય રહેશે નહીં.
ઇકોલોજીને થયેલા નુકસાનની ભરપાઇ પણ હવે અડચણોના કારણે થઇ શકે તેમ નથી. વધુમાં સમસ્યા વધારે ગંભીર બની શકે છે. ભલાઇ હવે આમાં છે કે પર્યાવરણ અને વન્યની સાથે ચેડા કર્યા વગર હવે કાનુનને માનીને યોજનાને આગળ વધારી દેવામાં આવે. દેશના કોઇ પણ ભુભાગમાં અવરજવર માટે આયોજના પૂર્ણ થવાની સ્થતીમાં તમામને ફાયદો થશે. બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીના જાખમભરેલા મોટરમાર્ગ આશરે ૯૦૦ કિલોમીટર લાંબા અને ૧૦થી ૧૨ મીટર પહોળા ડબલ લેન રાષ્ટ્રીય રાજમાર્ગમાં ફેરવાઇ જશે. યોજના હેઠળ ૧૫ મોટા, ૧૦૧ નાના અને ૧૨ બાયપાસ બને છે.
લક્ષ્ય મુજબ વર્ષ ૨૦૨૦ સુધી આને પૂર્ણ કરવામાં આવનાર છે. ઉત્તરાખંડમાં ફેબ્રુઆરી ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. તે પહેલા ૨૭મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેરાદુનમાં આ અતિ મહત્વકાંક્ષી રાજમાર્ગ યોજનાનુ શિલાન્યાસ કર્યુ હતુ. રેલીને સંબોધન કરતા મોદીએ કહ્યુ હતુ કે આ પ્રોજેક્ટ એવા તીર્થ યાત્રીઓને શ્રદ્ધાંજલિ છે જે વર્ષ ૨૦૧૩માં કેદાર વિનાશલીલાના કારણે મૃત્યુ પામ્યા હતા.
અત્રે નોંધનીય છે કે ૨૦૧૩માં કેદરાનાથમાં વાદળ ફાટવાના કારણે વિનાશલીલામાં ભારે નુકસાન થયુ હતુ. એ વખતે એમ લાગી રહ્યુ હતુ કે આગામી કેટલાક વર્ષો સુધી લોકો કેદારનાથમાં દર્શન કરી શકશે નહીં. પરંતુ પાંચ વર્ષના ટુંકા ગાળામાં જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક દાખલો બેસાડી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન ત્યારબાદ બે વખત અહીં આવી ચુક્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આવી ચુક્યા છે. ચારધામની યાત્રાને સરળ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





