જયપુર,તા.૧૨
રાજસ્થાનના અલવરમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને ચાર વર્ષ પછી ફાંસીની સજા આપવામાં આવી છે. રાજસ્થાનની વિશેષ પોક્સો કોર્ટે બુધવારે આ મામલે નિર્ણય આપ્યો છે.
દુષ્કર્મ અને હત્યાના આરોપી રાજકુમારે પહેલી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ અલવરના બહરોડ પર એક ચાર વર્ષની બાળકીને ટોફી અપાવવના બહાને અપહરણ કર્યું હતું, જે પછી નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મ કરી તેની નિર્મમ હત્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ નિર્મમ હત્યાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો, તેના આરોપીને સખત સજા અપાવવા માટે લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. જા કે ચાર વર્ષના લાંબા ગાળા પછી માસૂમ બાળકીને ન્યાય મળ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




