ખેડા જિલ્લામાં ચૂંટણી દરમિયાન હથિયારબંધી

0
29

નડીઆદ-મંગળવાર-લોકસભાની સામાન્‍ય ચૂંટણી માહે એપ્રિલ-૨૦૧૯માં યોજાનાર છે, તે દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં શાંતિ જળવાઇ રહે, કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે, કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ-ખેડા  રમેશ મેરજાએ સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭-(૧) હેઠળ સમગ્ર ખેડા જિલ્લામાં તા.૨૭/૦૫/૨૦૧૯ સુધી હથિયારબંધી ફરમાવી છે.

તદ્‌નુસાર, આ સમયગાળા દરમ્‍યાન હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક  ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્‍ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, મનુષ્‍યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બીભત્‍સ સૂત્રો પોકારવા અથવા અશ્‍લીલ ગીતો ગાવા, જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવા ઉપર તથા તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્‍લેકાર્ડ અથવા બીજા કોઇપણ ક્ષયકારી પદાર્થ કે વસ્‍તુ તૈયાર કરવા, બતાવવા કે તેનો ફેલાવો કરવા ઉપર સંપૂર્ણ પ્ર­તિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.

આ હુકમ સરકારી નોકરીમાં  કામ કરતી કોઇપણ વ્‍યક્‍તિ કે જેને તેના ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્‍યું હોય અથવા જેની ફરજ હોય, જિલ્લા મેજિસ્‍ટ્રેટ, અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ, સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ, જિલ્લા પોલીસ અધિક્ષક કે તેમણે અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશક્‍તિને કારણે લાકડી કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્‍યક્‍તિને લાગુ પડશે નહીં.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫(૧) હેઠળ શિક્ષાને પાત્ર થશે.                            

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY