રાજપીપળા શહેરમાં સોમવારથી શૈક્ષણિક શત્રનો પ્રારંભ પરંતુ ફાયર સેફટી બાબતેનું એનઓસી કોઈની પાસે નથી…?! 

0
83

તંત્ર શાળાઓ ખુલતાંજ આવક જાતિના દાખલાઓ માટે ખાસ વ્યવસ્થા કરે છે ત્યારે બાળકોની સેફટી માટે કેમ નહીં…?

પાલિકા સત્તાધીશોનાના જણાવ્યા મુજબ કોઈ પણ સ્કૂલે એનઓસી માટે અરજી કરી નથી ત્યારે હજારો બાળકોના જીવ પર લટકતી તલવાર કહી શકાય 

ટ્યુશન ક્લાસો હોસ્પિટલો રેસ્ટોરન્ટો બાદ પાલિકા તંત્ર હવે સ્કૂલોને ક્યારે નોટિસ ફટકારશે…?

રાજપીપળા : સોમવારથી નવા શૈક્ષણિક શત્રનો પ્રારંભ થયો છે ત્યારે રાજપીપળા જનસેવા કેન્દ્ર પર આવક જતી સહિતના દાખલ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પરંતુ રાજપીપળા શહેરમાં આવેલી ગ્રાન્ટેડ અને નોનગ્રાટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ પૈકી કોઈ શાળા પાસે ફાયર સેફટી બાબતેની એનઓસી નથી ત્યારે પાલિકા સત્તાઘીશો આ બાબતે પગલાં લે એવી માંગ ઉઠી છે .જેતે સ્કૂલોમાં ભણતા પોતાના વ્હાલસોયા બાળકો સુરતની ઘટનાની માફક ક્યારેક શિકાર ન બને એ માટે વાલીઓ એ પણ જાગૃત થવું પડશે કેમકે રાજપીપળા શહેરમાં ગ્રાન્ટેડ નોનગ્રાન્ટેડ શાળાઓ ઘણી છે જેમાં ફાયર સેફટી માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી અમુક શાળાઓમાં ત અગ્નિ શામક બોટલો છે પરંતુ એ ક્યારે મુક્યા હાલ એની હાલત શું હશે આગ જેવી દુર્ઘટના ટાણે આ બોટલ કામ લાગશે કે કેમ એ બાબત શંકાસ્પદ છે ત્યારે પાલિકાની ટિમ આ માટે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરે એ જરૂરી છે સાથે ફાયર સેફટીના નિયમોનું આ તમામ શાળાઓમાં પાલન કરી એનઓસી લેવાઈ એ પણ જરૂરી હોય રાજપીપળા શહેરની શાળાઓના સંચાલકો અને વાલીઓએ પણ આ બાબતે ખાસ તકેદારી રાખી કોઈ દુર્ઘટના બનતા પહેલા આ બાબતે સજાગ થવું જરૂરી છે.

આમ તો શૈક્ષણિક સત્રની શરૂઆત થતાંજ જનસેવા કેન્દ્રો પર લાંબી કતારો લાગી છે. માટે આ ભીડ જોઈ તંત્ર દ્વારા 4 કોમ્પ્યુટરો શરૂ કરવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભીડ જોવા મળે છે. જેમાં વિદ્યાર્થીઓ,વાલીઓ મોટી સંખ્યામાં આવક, જાતી, ક્રિમિલિયરના દાખલા માટે દોડધામ કરી રહ્યા છે.આ ભીડને જોતા જનસેવા કેન્દ્ર ખાતે સંચાલકો દ્વારા જેમ બને તેમ અરજદારો અટવાય નહીં એ માટે કાળજી રાખી રોજની 150 થઈ 200 અરજીઓનો નિકાલ કરવા તૈયારી કરાઈ છે. અને આ બાબતે મામલતદાર પણ કાળજી રાખી હાલ વિદ્યાર્થીઓ ના દાખલા માટે લાઈન ના રહે એની તકેદારી રાખી રહ્યા છે.ત્યારે આ નવું શત્ર શરુ થતાંજ પાલિકા સતાધીશોએ પણ ફાયર સેફટી બાબતે કડક પગલાં લેવા જોઈએ.

ચીફ રિપોર્ટર ,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY