ન્યુ દિલ્હી,તા.૧૬
જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓ પાસે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના કોઈ બિલ અથવા રિટર્નમાં ભૂલ અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં થયેલી ચૂકને સુધારવા માટે હવે થોડા દિવસો જ બાકી છે. નિષ્ણાતો અનુસાર, અમુક સામાન્ય ભૂલો કે અસાતત્યતા છે, જેથી દરેક વેપારીને સમય રહેતા ક્રોસચેક કરી લેવું જાઈએ અને ૨૦ સપ્ટેમ્બર સુધીમાં સપ્ટેમ્બર મહિના અને ત્રિમાસિક વળતર મારફતે તેમની સંશોધિત કરી લેવું જાઈએ.ગયા કોઈ મહિનાના આઇટીસી ક્લેમ કરવો અને વધુ આઇટીસી રિવર્સ કરવાની પણ છેલ્લી તક છે.
જીએસટી નિયમો હેઠળ ૨૦૧૭-૧૮ના કોઈ ટ્રાન્ઝેક્શન, ઇનવોઈસ અને ક્રિડેટ કલેમને સપ્ટેમ્બર મહિનાના રિટર્ન અથવા વાર્ષિક રિટર્ન સુધી રેક્ટીફાઇ કરી શકાય છે. ઇનવર્ડ સપ્લાયમાં થયેલી ચૂકને GST-૩B અને આઉટવર્ડ સપ્લાય પર GSTR-૧માં ઉમેરી, કાઢી નાખી અથવા મોડીફાઇ કરી શકે છે, જેની છેલ્લી તારીખ અનુક્રમે આૅક્ટોબર ૨૦ અને ઓક્ટોબર ૩૧ છે. દરેક વેપારીએ તેમના પાછલા રિટર્નને તેમના GST-૨A સાથે ફરીથી ગોઠવવું જાઈએ અને સપ્લાયર અથવા રસીદ સાથે તેમની સાથે સંપર્ક કરવો જાઈએ અને તેને ઠીક કરવો જાઈએ.
જા તમે ૨૦૧૭-૧૮ ની કોઈ ઈન્વોઈસનું રિટર્નમાં ઉલ્લેખ કરવો ભૂલી ગયા છો તો તેને સપ્ટેમ્બર મહિનાના GST -૧ના ટેબલ ૪માં સંબંધિત ઈન્વોઈસની ઓરીજનલ તારીખ સાથે ઉમેરી શકો છો. જા તમે તે ઇન્વાઇસ પર ટેક્સ ચૂકવ્યો નથી, તો તમે તેને વ્યાજ સાથે પણ ચૂકવી શકો છો. GST-૯ માં વાર્ષિક રિટર્નમાં આવી કોઈ જાહેરાતની સુવિધા નથી.
જા કોઈ વેપારી ૨૦૧૭-૧૮ના કોઈ ઈન્વોઈસ પર આઇટીસી દાવો કરવાનો ભૂલી ગયા છે તો તે સપ્ટેમ્બર મહિનાની GST-૩મ્માં દાવો કરી શકે છે અને GSTR-૯ ભાગ ૪ના પોઇન્ટ ૧૩માં પણ ઉમેરી શકે છે. જા સપ્લાયરે આઈટીસી ફાઇલ કરી હોય, પરંતુ તેણે GSTR-૧ ભર્યા ન હોય તો આ વ્યવહાર ૨છ માં દેખાશે નહીં. આ કિસ્સામાં સપ્લાયર સાથે સંપર્ક જરૂરી બને છે. તમે ટેબલ ખૂબ આઇટીસી દાવો ન આવે, તો આકસ્મિક GSTR-૩B ૪ (બી) (૨) અને GSTR-૯ ભાગ ૪ પોઇન્ટ ૧૨માં ડિસ્કલોઝ કરી શકાય છે. કોઈપણ મહિનાના ય્જી્ઇ-૨છ માટેનો માસિક ડેટા એક્સેલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે. દરેક ડીલર GST-૩B થી મેળ ખાય છે અને સપ્લાયર અથવા રીસીપ્રિન્ટની નજરમાં લાવો અને તેને યોગ્ય કરો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



