રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનો કહેર, વધુ ત્રણનાં મોત

0
212

દાહોદ,તા.૨૯
હાલ ચારેતરફ સ્વાઈન ફ્લૂનો કહેર જાવા મળી રહ્યો છે. આ બીમારીએ એવો ભરડો લીધો છે કે લોકો હવે તેના નામ માત્રથી ડરી રહ્યા છે. સામાન્ય રીતે શિયાળામાં આપણને સૌને શરદી તાવ કે ઉધરસ થાય છે આવા સમયે આપણે તેની સારવાર કરતા નથી કે પછી તેને બહુ સરળતાથી લઈએ છીએ ક્યારેક આપણે કોઈ ગંભીર બીમારીમાં ઝકડાઈ જઈએતો આપણી પાસે ત્યારે પસ્તાવા સિવાય કંઈ રહેતું નથી આથી આવું કંઈ ન થાય એ માટે સાવધાની ખુબજ જરૂરી છે.
સ્વાઈન ફ્લુથી અત્યારસુધીમાં ગુજરાતમાં ૪૦થી વધુ લોકો મોતને ભેંટી ચુક્યા છે. ૨૮ દિવસમાં માત્ર સૌરાષ્ટ્રમાં ૯૭ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે આ રોગ ચેપી રોગ હોવાથી તેની ખાસ સારવાર કરવામા આવે છે. દાહોદની સંજેલીની મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત નિપજ્યુ છે.
આ મહિલાની સારવાર અમદાવદમાં ચીલી રહી હતી સારવાર દરમિયાન મોત થયુ છે. ૧૫ દિવસથી આ મહિલાને અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી. મહિલાનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાની ઉમર માત્ર ૩૫ વર્ષની હતી. ૧૫ દિવસ પહેલા અમદાવાદમા શરદી ખાંસી થતા લેબોરેટરી કરાવતા સ્વાઈન ફલુ પોઝીટીવ આવ્યો હતો. સારવાર દરમ્યાન મહીલા નુ થયું મોત મહીલાની અંતિમ ક્રિયા કરવા તેના વતન સંજેલી ના નેનકી ગામે લાવવામા આવી.
જામનગરમાં સ્વાઈન ફ્લૂથી પુરુષનું મોત થયુ છે. ૫૨ વર્ષીય બેરાજા પસાયાનું મોત નીપજ્યુ છે. જાન્યુઆરીમાં સ્વાઈન ફ્લૂના કારણે કુલ ૪ લોકોના મોત. હાલ સ્વાઈન ફ્લૂના ૪ દર્દીઓ સારવાર હેઠળ. રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત. સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત.
૪૬ વર્ષીય મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત થયુ છે. એક જ દિવસમાં ૨ દર્દીના મોતથી ચકચાર. ૨૮ દિવસમાં ૯૭ દર્દીના રિપોર્ટ પોઝિટિવ. ૯૭ પૈકી ૧૭ દર્દીના સ્વાઈન ફ્લૂથી મોત થતા તંત્ર એલર્ટ થયુ છે અને સાવધાની ધરવા પ્રયાસો કરી રહ્યું છે. આમ, અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં સ્વાઈન ફ્લુના કારણે મોત થયા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY