વિશ્વ હિન્દુ પરિષદે ડેડીયાપાડાના ખુપર બોરસાણ ગામે ધર્મપરિવર્તનની દેહેસત વ્યક્ત કરી,જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ધર્માંતરણ રોકવા રજુઆત.
જો ધર્માંતરણના કાર્યક્રમ મામલે યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો જલદ આંદોલન કરવાની નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની ચીમકી.
રાજપીપળા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખુપર બોરસાણ ગામેં ધર્મપરિવર્તનની દેહસત નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિસદે વ્યક્ત કરી આવા કાર્યક્રમો રોકવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રુઆત કરી હતી.અને જો આવા કાર્યક્રમોને ડામવામા નહિ આવે અને યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો જલદ આંદોલનની ચીમકી નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે આપી છે.
નર્મદા જિલ્લા વીએચપીના અધ્યક્ષ નિશીથ ટેલર,નર્મદા જિલ્લા બજરંગદળ સંયોજક પ્રજ્ઞેશ રામીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ડેડીયાપાડા તાલુકાના ખુપર બોરસાણ ગામે પંચાયતની ગૌચર જમીનમાં આગામી 1/2/2019 થી 6/2/2019 સુધી ત્રીજુ વાર્ષિક પ્રકરિકરણ મહોત્સવના નામે ખ્રિસ્તીઓ દ્વારા આદિવાસી સમાજના હજારો લોકોનું ધર્માંતરણ થનાર છે.આ અગાઉ પણ બે વખત ધર્માંતરણ થયેલું છે,જે લોકોને જોતા આવનારા દિવસોમાં આજ પ્રકારે સમાજમાં ધર્મપરિવર્તન થશે તો દેશ અને આદિવાસી સમાજ માટે આતંકવાદીઓ કરતા પણ ખતરનાક સાબિત થશે.આ ગામમાં ભારતીય બંધારણ મુજબ કોઈ જ ખ્રિસ્તી ધર્મના લોકો નથી તે છતાં પણ ખુપર બોરસાણ ગામમાં 2 ચર્ચ બાંધવામાં આવી છે.
આદિવાસી સમાજના લોકોને ધર્મપરિવર્તન કરાવવાના ઉદ્દેશ્યથી આવી પ્રવૃતિઓ ચલાવાય છે.તો આ પ્રકારના કાર્યક્રમોને ડામી દઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે,જો કાર્યવાહી નહિ થાય તો નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ આગામી દિવસોમાં જલદ આંદોલન કરશે એવી ચીમકી પણ અપાઈ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





