ડાંગમાં યોજાયો ઠેર ઠેર દેશકા ત્યૌહાર કાર્યક્રમ શાળાના વિઘાર્થીઓએ ઠેર ઠેર દોરી રંગોળી માનવ સાંકળ રચી જગાવી જનચેતના

0
66

૭ શાળાના ૨૩૭૫ વિઘાર્થીઓ તથા શિક્ષકોએ લીધો ભાગ

લોકશાહીના સૌથી મોટા પર્વ એવા ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યા છે, ત્યારે લોકશાહીની આ પ્રક્રિયા તથા મતદાતાઓની પવિત્ર ફરજને ઝંકૃત કરવા માટે ચંૂટણી પંચ દ્વારા ઠેર ઠેર મતદાતા જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

જેના ભાગરૂપે ર૬-વલસાડ (અ.જ.જા.) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગના મતદારોની જાગૃતિ માટે ડાંગ જિલ્લામાં પણ ઠેર ઠેર મતદાતા જાગૃતિ અભિયાનનું આયોજન કરાયુ છે.

ડાંગ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર  એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ-વ-જિલ્લા શિક્ષણાધિકારી  મણિલાલ ભૂસારા તથા તેમની ટીમ દ્વારા જિલ્લામાં દેશકા ત્યૌહાર-ગો ફોર વોટના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જે મુજબ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વધઇ ખાતે રંગોળી તથા માનવ સાંકળના કાર્યક્રમ બાદ, જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે પણ, રંગોળી અને વિઘાર્થીઓની માનવ સાંકળ રચી, મતદાતાઓને મતદાન માટેનો મૂક સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. વધઇ, આહવા સહિત ગિરિમથક સાપુતારા ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરીને, સાપુતારાના સ્થાનિક મતદાતાઓ સહિત સહેલાણીઓને પણ દેશકા ત્યૌહારમાં સાંકળવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

જિલ્લા શિક્ષણાધિકારી  મણિલાલ ભૂસારાના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં વધઇની સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સહિત આદર્શ નિવાસી શાળા, અને તાલુકા પ્રાથમિક શાળાના ૭૭૪ વિઘાર્થીઓ તથા ૧૪૧ શિક્ષકો મળી કુલ-૯૧૫ ઉપરાંત આહવાની દીપદર્શન શાળાના ૩૦૦ વિઘાર્થીઓ અને ૨૦ શક્ષિકો, સરકારી માધ્યમિક શાળાના ૬૫૦ વિઘાર્થીઓ અને ૧૦ શિક્ષકો, એકલવ્ય સ્કૂલના ૩૭૫ વિઘાર્થીઓ અને ૯ શિક્ષકો તથા વલ્લભ વિઘાલયના ૮૫ બાળકો અને ૪ શિક્ષકો મળી કુલ-૧૪૧૦ વિઘાર્થીઓ તથા ૫૦ શિક્ષકોએ ભાગ લીધો હતો. આમ, વધઇ અને આહવાની જુદી જુદી સાત શાળાના કુલ- ૨૩૭૫ વિઘાર્થીઓ તથા શિક્ષકોએ ભાગ લઇને, અનોખી જનચેતના જગાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY