ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના એ મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન.ઝાલા નાઓના સીધા માર્ગદર્શન મુજબ પો.સ.ઈ એ.એસ.ચૌહાણની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન પો.કો.મહિપાલસિંહને બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર પો.સ્ટે.ના ગુ.ર.નં. ! ૧૮૭/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુનાના કામનો ચીખલીંગર ગેંગનો વોન્ટેડ આરોપી લાખનસિંગ લાલસિંગ બાવરી(સરદાર)નો ભરૂચ શહેરમાં રહેવા આવેલ છે. જેથી આ બાતમી આધારે મીલન નગર મકાન નં.૪૬ રાહાડપોર તા.જી.ભરૂચ ખાતેથી પકડી પાડી તેને ઉપરોકત ગુનાના કામે ઉડાણપુર્વક પુછપરછ કરી ગુનાની કબુલાત કરતા તેની કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર “એ” ડીવી પો.સટે.માં સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી લાખનસિંગ લાલસિંગ ઠાકુરસિંગ બાવરી(સરદાર) હાલ રહેવાસી. મીલનનગર મકાન નં.૪૬ રાહાડપોર તા.જી.ભરૂચ તથા કસક ગુલબીનો ટેકરો નવજીવન સ્કુલ પાછળ તા.જી.ભરૂચ મુળ રહેવાસી. રામાપીરનો ટેકરો રમતુજીની ચાલી રબારી વસાહત નવા વાડજ અમદાવાદ શહેર
કબ્જે કરેલ મુદ્દામાલ ચાંદીના જાંજર જોડ્-૨ ની કિં રૂ આશરે ૫૦૦૦/- ગણી તથા રોકડા રૂપિયા ૫૪,૦૦૦/- મળી કુલ્લે મુદામાલ કિં રૂ ૫૯,૦૦૦/-આરોપીની એમ.ઓ. સોસાયટીઓ મા બંધ મકાનની રેકી કરી રાત્રીના સમયે પોતાના સાગરીતો સાથે ફોરવ્હીલ ગાડીમા આવી મકાનના દરવાજાના નકુચાને વાંદરીપાના વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





