દિવ્યાંગ મતદારો માટેના વિશેષ અોબ્ઝર્વર બી.કે. કુમારે મતદાન મથકોની લીધી જાત મુલાકાત
આહવા, તા.૨૩
ર૬-વલસાડ (અ.જ.જા.) સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારમાં નોધાયેલા ૫૮૦ જેટલા દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા કરાયેલી અલાયદી વ્યવસ્થાઓની જાત માહિતી મેળવવા સાથે, તેઓ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટેના હાથ ધરાયેલા પ્રયાસોની વિગતો ઓબ્ઝર્વર શ્રી બી.કે.કુમારે મેળવી હતી.
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ સૂરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાના એક્સેસિબિલટી ઓબ્ઝર્વર શ્રી બી.કે.કુમારે આજે મતદાનના દિવસે તાપી જિલ્લા સહિત ડાંગ જિલ્લાના માછળી, કાલીબેલ, દિવાનટેમ્બ્રુન, ગાઢવી, ચનખલ અને ભીસ્યા સહિત, નવસારી અને સૂરત જિલ્લાના કેટલાક મતદાન મથકોની જાત મુલાકાત લઇ, દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચે આપેલી માર્ગદર્શક સૂચનાઓની અમલવારી તથા, મતદારો માટેની વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં નોîધાયેલા પ૮૦ દિવ્યાંગ મતદારો પૈકી પ્રશાસને જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ આહવા તાલુકામાં નાંધાયેલા કુલ ૩૩૫ દિવ્યાંગ મતદારો પૈકી ૯૧ મતદારો માટે વાહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી. જ્યારે વઘઇ તાલુકામાં નોîધાયેલા ૭૨ મતદારો પૈકી ૧૧ મતદારો માટે, અને સુબિર તાલુકાના ૧૭૩ દિવ્યાંગ મતદારો પૈકી જરૂરિયાતમંદ ૬૯ મતદારો મળી કુલ ૧૭૧ દિવ્યાંગજનો માટે વાહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી. આ ઉપરાંત જિલ્લામાં અસ્થિ વિષયક ખામી ધરાવતા ૬૫, અંધજન ૬૫, શ્રવણમંદ ૧૨, મંદબુદ્ધિ ૧૨, અને અન્ય ૧૭ જેટલા મતદારો માટે પણ અલાયદી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




