વિમાનના ઈંધણમાં ભાવ ઘટાડાનો ફાયદો પ્રવાસીઓને કિયારે મળશે?

0
6

વિમાનને ઉડાવવા માટે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)નો ઉપયોગ તમામ વિમાન કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ધરખમ ઘટાડો જાવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના જે ભાવ ઘટ્યા છે તેનો સીધો ફાયદો ભારતના લોકોને પણ થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ લગભગ ૬૫થી ૬૮ રૂપિયા જેટલો થઈ ગયો છે જે આજથી ત્રણ મહિના પહેલા મુંબઈમાં લગભગ સો રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ જ રીતે વિમાનના ઈંધણના ભાવમાં પણ લગભગ ૧૫ ટકાનો ઘટાડો થયો છે. વિમાનના ઈંધણનો ભાવ તો પેટ્રોલ કરતાં પણ ઓછો થઈ ગયો છે. ડિસેમ્બર ૨૦૧૮ના નાતાલના વેકેશનમાં જા તમે જુઓ તો વિમાન કંપનીઓએ તેના ભાડામાં આડેધડ વધારો કર્યો હતો. મુંબઈથી અમદાવાદ, રાજકોટ અને દિલ્હી જેવા સ્થળોની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ ધસારો હોવાને કારણે લોકોએ પરાણે ટિકિટો ખરીદવી પડી હતી. હવે જ્યારે મીડિયામાં એટીએફના ભાવઘટાડાના સમાચાર આવ્યા છે ત્યારે વિમાન કંપનીઓએ તેમના ભાડામાં પણ ઘટાડો કરવો જાઈએ.
વિમાન કંપનીઓ આમ જુઓ તો ખુલ્લી લૂંટ ચલાવી રહી છે. તમે છેલ્લી ઘડીએ કોઈ ઈમરજન્સી આવી પડી હોય ત્યારે ટિકિટ કઢાવો તો મુંબઈથી અમદાવાદની ટિકિટનું જે ભાડું થયું તે ભાડામાં તમને દુબઈ, સિંગાપોરની ટિકિટો મળે તેટલો ભાવવધારો લાગુ કરવામાં આવતો હોય છે. બીજા કોઈ વિકલ્પ ન હોવાથી પ્રવાસીઓએ આ ભાડું ચૂકવવું પડતું હોય છે. બીજી તરફ વિમાનોના ભાડા પર અંકુશ આણવા માટે કોઈ નિયંત્રણ બોર્ડ જેવું નથી. ગમે તે વિમાન કંપની પોતાની ફ્લાઈટના મનફાવે તેવા ભાવ રાખતી હોય છે. વળી કેટલીક એરલાઈન તો સર્વિસ આપવામાં પણ સાવ ઊણી ઊતરતી હોય છે. આવા સમયે સરકારે વિમાન કંપનીઓ પર નિયંત્રણ લાદવા માટે એક બોર્ડ બનાવવું જાઈએ અને આવા ઈંધણના ભાવઘટાડાનો ફાયદો પ્રવાસીઓનો મળે તે વિશે વિચારવું જ જોઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY