દેવરિયા,તા.૭
ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં એક સંસ્થાના આશ્રય ગૃહમાંથી છોડાવીને યુવતીઓ અને બાળકીઓને સરકારી આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યા હતા. સોમવારના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગની અપર મુખ્ય સચિવ રેણુકા કુમાર અને એડીજી અંજુ ગુપ્તા જ્યારે ત્યાં પહોંચ્યા તો છોકરીઓએ તેમની સામે આશ્રય ગૃહને લઇ એક પછી એક ખુલાસા કર્યા. બસ્તીની એક યુવતીએ કÌšં કે અહીંથી છોકરીઓને વિદેશ મોકલાતી હતી.
ગયા નવેમ્બરમાં સ્પેનથી ચાર વિદેશી, જેમાં બે મહિલા અને બે પુરુષ સામેલ હતા. તેઓ શેલ્ટર હોમમાં આવ્યા હતા. ત્યારબાદ આ વિદેશી અહીંથી એક સગીર બાળકી અને ત્રણ છોકરીઓને પોતાની સાથે લઇ ગયા હતા. આ છોકરીઓનો આજ સુધી કોઇ પત્તો નથી. યુવતીએ એમ પણ કહ્યું કે અહીંથી દરરોજ રાત્રે ચાર-પાંચ છોકરીઓને બહાર મોકલાતી હતી. બે મહિના પહેલાં એક છોકરીને રાત્રે મોકલાઇ, તે હજુ પણ ગુમ છે.
એક યુવતીએ કહ્યું કે શેલ્ટર હોમમાં રાત્રે મોટાભાગે જિલ્લાના મોટા અધિકારીઓ આવતા રહેતા હતા, તેમાં અગાઉ અહીં રહી ચૂકેલા પોલીસના એક આલા અધિકારીના નામની ખાસ ચર્ચા છે. એક બાળકીએ જ્યારે એ પોલીસ અધિકારીનો ફોટો મોબાઇલમાં જાયો તો ઓળખી ગઇ અને કહ્યું કે આ અંકલ તો મોટભાગે રાત્રે અહીં આવતા હતા અને રોકાતા હતા.
આપને જણાવી દઇએ કે રવિવારના રોજ દેવરિયા જિલ્લાના વિંધ્યાવાસિની શેલ્ટર હોમમાંથી ભાગી પોલીસ સ્ટેશન પહોંચેલ એક બાળકીએ અંદરની તમામ ગતિવિધિઓ અંગે પોલીસને કહ્યું હતું. ત્યારબાદ વહીવટી વડા સુધી હલચલ પહોંચી ગઇ હતી. પોલીસે ૨૪ છોકરીઓને બચાવી લીધી અને અંદાજે ૧૮ હજુ પણ ગુમ છે. આ સિવાય શેલ્ટ હોમની સંચાલિકા ગિરિજા ત્રિપાઠી અને તેમના પતિની પણ ધરપકડ કરી લેવાઇ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




